આજે અંતરીક્ષમાં ભારતના સૂર્ય નમસ્કાર:આદિત્ય L1નું કાઉન્ટડાઉન શરૂ:11.50 વાગ્યે લોન્ચ

આજે અંતરીક્ષમાં ભારતના સૂર્ય નમસ્કાર:આદિત્ય L1નું કાઉન્ટડાઉન શરૂ:11.50 વાગ્યે લોન્ચ
આજે અંતરીક્ષમાં ભારતના સૂર્ય નમસ્કાર:આદિત્ય L1નું કાઉન્ટડાઉન શરૂ:11.50 વાગ્યે લોન્ચ
 ભારતે ચંદ્રયાન-3ને સફળતા પૂર્વક ચંદ્રની ધરતી પર ઉતારીને ઈતિહાસ રચ્યા બાદ વધુ એક મિશન માટે તૈયાર છે. અને આ મિશન છે આદિત્ય-L1. આ ભારતનું પ્રથમ સૌર મિશન છે. ISROનું સન મિશન આદિત્ય-L1 પ્રક્ષેપણ માટે તૈયાર છે. લોન્ચની લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

અને જો બધું બરાબર રહ્યું તો આદિત્ય-L1 શનિવારે એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ભારતના પ્રથમ સૌર મિશનના પ્રક્ષેપણ પહેલા, ઈસરોના વૈજ્ઞાનિકોની એક ટીમે શુક્રવારે આદિત્ય-L1ના નાના મોડલ સાથે આંધ્રપ્રદેશના તિરુમાલાના વેંકટેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. અને તેમના આશીર્વાદ લીધા હતા.

પૃથ્વી અને સૂર્ય વચ્ચે 5 લેંગ્રેંજ પોઇન્ટ આવેલા છે

આદિત્ય L1 લેંગ્રેજ પોઈન્ટ પર સ્થાપિત થવાનું છે. ત્યારે આ લેંગ્રેજ પોઈન્ટ શું છે તેના પર નજર કરીએ તો આદિત્ય L1 લોન્ચિંગના 4 મહિના બાદ લેંગ્રેંજ પોઇન્ટ પર સ્થિર થશે. લેંગ્રેંજ પોઇન્ટ એવી જગ્યા છે કે જ્યાં મોકલેલી વસ્તુ ત્યાં જ સ્થિર થઇ જાય છે. લેંગ્રેંજ પોઇન્ટ પર બે અવકાશી દળો વચ્ચે ગુરૂત્વાકર્ષણ એક સમાન હોય છે. પૃથ્વી અને સુર્યનું ગુરૂત્વાકર્ષણ સમાન હોય ત્યાં આવેલો છે લેંગ્રેંજ પોઇન્ટ. લેંગ્રેંજ પોઇન્ટનો ઉપયોગ સ્પેસક્રાફ્ટને એક જગ્યાએ સ્થિર રાખવા કરાય છે. લેંગ્રેંજ પોઇન્ટમાં ભ્રમણ કરવા માટે સ્પેસક્રાફ્ટને ઓછા ઇંધણની જરૂર પડે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે 5 લેંગ્રેંજ પોઇન્ટ આવેલા છે. 5 લેંગ્રેંજ પોઇન્ટ પૈકી 3 અસ્થિર જ્યારે 2 સ્થિર પોઇન્ટ છે.મહત્વનું છે કે આદિત્ય L1ને લેગ્રેન્જિયન પોઈન્ટ 1 ની હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. આ બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે અને અહીંથી કોઈપણ સમસ્યા વિના સૂર્ય પર નજર રાખી શકાય છે. આદિત્ય L1ને પૃથ્વી અને સૂર્ય વચ્ચેના આ લેગ્રેન્જિયન બિંદુ સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે.

Read About Weather here

મિશન આદિત્ય ગણતરીનાં કલાકોમાં થશે લોન્ચ

હાલ મિશન આદિત્ય L1 લોન્ચ થવાને ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ભારતના આ મિશન પર સૌની નજર છે. ઈસરોના વૈજ્ઞાનિકોને પણ ચંદ્રયાન-3ની જેમ આ મિશન સફળ થવાની આશા છે. ત્યારે હવે આ મિશન અંતરિક્ષના કેવા રાઝ ખોલે છે તે જોવું રહ્યું. આદિત્ય L1 લેંગ્રેજ પોઈન્ટ પર સ્થાપિત થવાનું છે. ત્યારે આ લેંગ્રેજ પોઈન્ટ શું છે તેના પર નજર કરીએ તો આદિત્ય L1 લોન્ચિંગના 4 મહિના બાદ લેંગ્રેંજ પોઇન્ટ પર સ્થિર થશે. લેંગ્રેંજ પોઇન્ટ એવી જગ્યા છે કે જ્યાં મોકલેલી વસ્તુ ત્યાં જ સ્થિર થઇ જાય છે. લેંગ્રેંજ પોઇન્ટ પર બે અવકાશી દળો વચ્ચે ગુરૂત્વાકર્ષણ એક સમાન હોય છે. પૃથ્વી અને સુર્યનું ગુરૂત્વાકર્ષણ સમાન હોય ત્યાં આવેલો છે લેંગ્રેંજ પોઇન્ટ. લેંગ્રેંજ પોઇન્ટનો ઉપયોગ સ્પેસક્રાફ્ટને એક જગ્યાએ સ્થિર રાખવા કરાય છે. લેંગ્રેંજ પોઇન્ટમાં ભ્રમણ કરવા માટે સ્પેસક્રાફ્ટને ઓછા ઇંધણની જરૂર પડે છે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે 5 લેંગ્રેંજ પોઇન્ટ આવેલા છે. 5 લેંગ્રેંજ પોઇન્ટ પૈકી 3 અસ્થિર જ્યારે 2 સ્થિર પોઇન્ટ છે.
મહત્વનું છે કે આદિત્ય L1ને લેગ્રેન્જિયન પોઈન્ટ 1 ની હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. આ બિંદુ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર છે અને અહીંથી કોઈપણ સમસ્યા વિના સૂર્ય પર નજર રાખી શકાય છે. આદિત્ય L1ને પૃથ્વી અને સૂર્ય વચ્ચેના આ લેગ્રેન્જિયન બિંદુ સુધી પહોંચવામાં લગભગ ચાર મહિનાનો સમય લાગશે.

મિશન આદિત્ય ગણતરીનાં કલાકોમાં થશે લોન્ચ

હાલ મિશન આદિત્ય L1 લોન્ચ થવાને ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ભારતના આ મિશન પર સૌની નજર છે. ઈસરોના વૈજ્ઞાનિકોને પણ ચંદ્રયાન-3ની જેમ આ મિશન સફળ થવાની આશા છે. ત્યારે હવે આ મિશન અંતરિક્ષના કેવા રાઝ ખોલે છે તે જોવું રહ્યું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here