અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટની કરી જાહેરાત

અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટની કરી જાહેરાત
અયાન મુખર્જીએ બ્રહ્માસ્ત્રની રિલીઝ ડેટની કરી જાહેરાત
ડિરેક્ટર અયાન મુખર્જીએ ‘બ્રહ્માસ્ત્ર’ની સિક્વલ ‘બ્રહ્માસ્ત્ર-2’ અને ‘બ્રહ્માસ્ત્ર-3’ની રિલીઝ ડેટ જણાવી છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અયાને જણાવ્યું કે તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર 2: દેવ’ અને ‘બ્રહ્માસ્ત્ર 3’ બંનેનું શૂટિંગ એકસાથે શરૂ થશે. ‘બ્રહ્માસ્ત્ર 2: દેવ’ ડિસેમ્બર 2026માં અને ‘બ્રહ્માસ્ત્ર 3’ ડિસેમ્બર 2027માં રિલીઝ થશે.

Visit Saurashtra Kranti Homepage here

અયાને પોસ્ટમાં લખ્યું- ‘બ્રહ્માસ્ત્ર ટ્રિલોજી’, ‘અસ્ત્રાવર્સ’ અને મારા જીવન વિશે તમને કેટલીક અપડેટ આપવાનો સમય આવી ગયો છે. ‘બ્રહ્માસ્ત્ર-1’ને મળેલા પ્રેમ અને પ્રતિસાદ સાથે, મેં ‘બ્રહ્માસ્ત્ર’ના બંને ભાગો માટે મારું વિઝન સેટ કર્યું. મને ખબર છે કે આ બંને ફિલ્મો ‘બ્રહ્માસ્ત્ર’ કરતા ઘણી મોટી હશે. અમે શીખ્યા છીએ કે, હા, સ્ક્રિપ્ટને પરફેક્ટ બનાવવા માટે અમારે થોડો વધુ સમય આપવો પડશે. મેં નક્કી કર્યું છે કે અમે આ બંને ફિલ્મો સાથે બનાવીશું અને તેની રિલીઝ ડેટ પણ નજીક હશે. હું તમારી સાથે બંને ફિલ્મોની સમયરેખા પણ શેર કરી રહ્યો છું.

Read About Weather here

‘બ્રહ્માસ્ત્ર’ સિરીઝ વિશે અપડેટ આપવા ઉપરાંત, અયાને એ પણ ખુલાસો કર્યો કે તે ટૂંક સમયમાં બીજી ફિલ્મનું શૂટિંગ કરશે. તેણે લખ્યું,’આટલું જ નહીં, મને બ્રહ્માંડ તરફથી વધુ એક પ્રોજેક્ટ મળ્યો છે. હું ટૂંક સમયમાં ખૂબ જ ખાસ ફિલ્મનું નિર્દેશન કરીશ.’આ ફિલ્મ શું છે તે હું યોગ્ય સમય આવશે ત્યારે જ કહીશ. આ એક એવી ફિલ્મ છે જે મને એટલી જ ડરાવે છે જેટલી તે મને ઉત્તેજિત કરે છે. આ ફિલ્મથી હું વધુ શીખીશ અને આગળ વધીશ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here