રાજકોટ : ચુનારાવાડ, થોરાળા, અવધ પાર્ક સહિતના વિસ્તારમાં PGVCLની 41 ટીમ દ્વારા વીજ ચેકીંગ

રાજકોટ : ચુનારાવાડ, થોરાળા, અવધ પાર્ક સહિતના વિસ્તારમાં PGVCLની 41 ટીમ દ્વારા વીજ ચેકીંગ
રાજકોટ : ચુનારાવાડ, થોરાળા, અવધ પાર્ક સહિતના વિસ્તારમાં PGVCLની 41 ટીમ દ્વારા વીજ ચેકીંગ
રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સીટી સર્કલ ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 41 ટીમ દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. સોમવારે 44 ટીમ દ્વારા 119 ક્નેક્શનમાંથી 28.76 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકીંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. આજે બીજા દિવસે વહેલી સવારથી શહેરના આજી 1, કોઠારીયા રોડ અને મોરબી રોડ સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 41 ટીમ દ્વારા શિવાજીનગર, વિજયનગર, ચુનારાવાડ, થોરાળા, અવધ પાર્ક, રણછોડનગર, શક્તિ સોસાયટી, અને ભગવતીપરા સહીત 20 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 6 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.

Read About Weather here

આજની ચેકીંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયોગ્રાફર, 14 પોલીસ, 14 SRP અને 17 સિક્યોરિટી ગાર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આજે પણ લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here