‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, 17 ઓક્ટોબરના રોજ વિરાટ તથા અનુષ્કાએ મુંબઈના જુહૂ સ્થિત ફ્લેટની ડીલ ફાઇનલ કરી હતી. જુહૂમાં આવેલી હાઇ ટાઇડ બિલ્ડિંગના ચોથા માળે આ ફ્લેટ આવેલો છે. તેમણે ડિપોઝિટ પેટે 7.50 લાખ રૂપિયા ભર્યા છે અને ઘર 1650 સ્ક્વેરફુટનું છે. આ ઘરનું ભાડું દર મહિને 2.76 લાખ રૂપિયા છે. આ ફ્લેટની સૌથી ખાસ વાત એ છે કે ઘરમાંથી અરબી સમુદ્ર દેખાય છે. આ ઘર વડોદરાના મહારાજા તથા પૂર્વ ક્રિકેટર સમરજીત સિંહ ગાયકવાડનું છે.
Visit Saurashtra Kranti Homepage here
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અનુષ્કા-વિરાટનું ફાર્મહાઉસ અલીબાગના ઝિરાડ ગામમાં આવેલું છે. ફાર્મહાઉસ આઠ એકરમાં ફેલાયેલું છે. અનુષ્કા-વિરાટે ફાર્મહાઉસ 19 કરોડ 24 લાખ 50 હજાર રૂપિયામાં ખરીદ્યું છે. અનુષ્કા-વિરાટે સરકારી ટ્રેઝરીમાં 1 કરોડ 15 લાખ ડિપોઝિટ કરાવ્યા છે.
Read About Weather here
વિરાટના ભાઈ વિકાસ કોહલીએ 30 ઓગસ્ટના રોજ આ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. ટ્રાન્ઝેક્શન ગણેશચતુર્થીના એક દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું. આ ડીલ જાણીતા રિયલ એસ્ટેટ કંપની સમીરા હેબિટેટ્સે કરાવી છે. અલીબાગના એસોસિયેટ સબ-રજિસ્ટ્રાર અશ્વિની ભગત પાસે ફાર્મહાઉસના ખરીદ-વેચાણના ડોક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ કરાવાયા છે. વિરાટ-અનુષ્કાએ 3 લાખ 35 હજારની સ્ટેમ્પ ડ્યૂટી પણ ભરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here