કપાસના ભાવ રૂ.1800ની અંદર!

કપાસના ભાવ રૂ.1800ની અંદર!
કપાસના ભાવ રૂ.1800ની અંદર!
ગત સિઝનમાં કપાસનો ભાવ રૂ. 2500ની સપાટીએ પહોંચ્યા બાદ સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થયું હતું. જેને કારણે આ વખતે આવક વધવાની પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ ગત વખતની સરખામણીએ આ વખતે આવક ઘટી છે. એટલું જ નહિ બેડી યાર્ડમાં ભાવ રૂ. 1800ની સપાટીથી નીચે સરકીને રૂ. 1788એ પહોંચતા 1 લાખ કિલો આવક ઘટી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ અંગે જીનર્સોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે આવક વધે ત્યારે ભાવ ઘટે અને આવક ઘટે ત્યારે ભાવ વધે. પરંતુ જીનર્સને ડિસ્પેરિટીના કારણે થતી નુકસાનીને લીધે હાલમાં ખરીદી ઓછી કરવામાં આવી રહી છે. એક્સપોર્ટમાં પણ ડિમાન્ડ નહિ હોવાને કારણે તેની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી રહી છે. હાલ આવક ઘટી ગઇ છે.

Read About Weather here

કપાસના ભાવ ઘટતા તેલબજારમાં પણ હાલ નરમ વલણ જોવા મળી રહ્યું છે. જોકે 10 દિવસ પહેલાં જે મગફળીની આવક થઈ હતી તેનો નિકાલ બુધવાર બપોર સુધી થયો નહોતો. બુધવારે કપાસિયા તેલમાં રૂ. 5 નો નજીવો ઘટાડો આવ્યો હતો. આ સાથે જ તેલના ડબ્બાનો ભાવ રૂ. 2295 થયો હતો. હજુ ભાવ ઘટે તેવી સંભાવના વર્તાઈ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here