TRP અગ્નિકાંડ:મોટી માછલી સાથે નાની માછલીઓ પણ વીંધાશે:ભૂતપૂર્વ TPO એમ.ડી.સાગઠીયાએ 24 જેટલા નામ પોલીસને આપ્યા હોવાની ચર્ચા : તપાસની કાર્યવાહી કેટલાક બિલ્ડર્સ સુધી પહોંચવા તૈયારી

ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ આ ગેરકાયદે બાંધકામની તેના પર સૌથી મોટી જવાબદારી આવી છે અને સૌથી વધુ કડક પગલા લેવાયા છે તે ટીપી શાખાના પૂર્વ વડા અને ભુતપૂર્વ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા હાલ એસીબીના રીમાન્ડ પર છે. જુદા જુદા કેસમાં આ તેમની ત્રીજી રીમાન્ડ છે.

આટલી લાંબી તપાસ વચ્ચે તેઓએ પુછપરછમાં ગેમ ઝોનના બાંધકામ સામે કાર્યવાહી ન કરવાથી માંડી કરોડોની બેનામી સંપત્તિ મળવા અંગે તેઓએ બે ડઝન જેટલા લાગતા વળગતા લોકોના નામ પોલીસને આપી દીધાનું જાણવા મળ્યું છે.

TRP અગ્નિકાંડ:મોટી માછલી સાથે નાની માછલીઓ પણ વીંધાશે:ભૂતપૂર્વ TPO એમ.ડી.સાગઠીયાએ 24 જેટલા નામ પોલીસને આપ્યા હોવાની ચર્ચા : તપાસની કાર્યવાહી કેટલાક બિલ્ડર્સ સુધી પહોંચવા તૈયારી સાગઠીયા

ટીપી શાખાના પાંચ અધિકારી અને ફાયર શાખાના ત્રણ અધિકારી પોલીસની હિરાસતમાં છે. તેમાં હાલ તપાસનું કેન્દ્ર પૂર્વ ટીપીઓ સાગઠીયા બની ગયા છે. ફરજમાં બેદરકારી બદલ ધરપકડ, આ બાદ સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા અને હવે બેનામી સંપત્તિ બદલ પણ તેઓની રીમાન્ડ સાથે પુછપરછ ચાલી રહી છે.

આ દરમ્યાન તેઓએ આ તમામ કામ સાથે જોડાયેલા, અમુક ભાગીદાર જેવા, કેટલાક એજન્ટ અને નેતાઓ મળી રર થી ર4 નામ પોલીસને આપ્યાનું ચર્ચાઇ રહ્યું છે. પોલીસ હજુ આ કોઇ નામ અંગે કોઇ ફોડ પાડતી નથી. પરંતુ તેમાં કેટલાક બિલ્ડરના નામ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

TRP અગ્નિકાંડ:મોટી માછલી સાથે નાની માછલીઓ પણ વીંધાશે:ભૂતપૂર્વ TPO એમ.ડી.સાગઠીયાએ 24 જેટલા નામ પોલીસને આપ્યા હોવાની ચર્ચા : તપાસની કાર્યવાહી કેટલાક બિલ્ડર્સ સુધી પહોંચવા તૈયારી સાગઠીયા

ટવીન ટાવર ઓફિસમાંથી મળેલા સોના સહિતના ત્રીસેક કરોડના દલ્લા અંગે એસીબી પુછપરછ કરી રહી છે. આ દરમ્યાન સાગઠીયાએ તપાસથી કંટાળી આપઘાત કરવા ધમકી આપ્યાનું પણ બહાર આવ્યું હતું. હજુ આ રીમાન્ડ અને પુછપરછ ચાલી રહ્યા છે. આથી ત્રણ-ત્રણ વખતની રીમાન્ડમાં તેમને ઘણા માથાના નામ ફોડી નાખ્યાનું જાણકારો કહી રહ્યા છે.

ગેમઝોનના બાંધકામને તોડી પાડવાની નોટીસ બાદ શા માટે આ બાંધકામ ન તોડાયું, આગળની કાર્યવાહી શા માટે ન થઇ તેના ભલામણકર્તાના નામ પણ પોલીસને મળ્યાનું કહેવાય છે. વળી સાગઠીયા બિલ્ડરો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હોય અમુક પ્રોજેકટ અને ડેવલપર્સ સાથે ભાગીદારી કર્યાનું પણ બહાર આવ્યું છે.

TRP અગ્નિકાંડ:મોટી માછલી સાથે નાની માછલીઓ પણ વીંધાશે:ભૂતપૂર્વ TPO એમ.ડી.સાગઠીયાએ 24 જેટલા નામ પોલીસને આપ્યા હોવાની ચર્ચા : તપાસની કાર્યવાહી કેટલાક બિલ્ડર્સ સુધી પહોંચવા તૈયારી સાગઠીયા

આટલા મોટા દલ્લા અંગે આવક વેરા વિભાગને પણ એસીબીએ જાણ કર્યાનું સુત્રો કહે છે. આથી માત્ર એક અધિકારી પાસેથી મળેલા આટલા મોટા દલ્લા અંગે ઇન્કમ ટેક્ષ પણ તપાસમાં આવી શકે છે. વધુમાં આ તપાસનો રેલો પોલીસ નહીં તો ઇન્કમટેક્ષના રસ્તે બિલ્ડર્સ સુધી પહોંચી શકે તેમ છે.

TRP અગ્નિકાંડ:મોટી માછલી સાથે નાની માછલીઓ પણ વીંધાશે:ભૂતપૂર્વ TPO એમ.ડી.સાગઠીયાએ 24 જેટલા નામ પોલીસને આપ્યા હોવાની ચર્ચા : તપાસની કાર્યવાહી કેટલાક બિલ્ડર્સ સુધી પહોંચવા તૈયારી સાગઠીયા

હાલ કોઇ બિલ્ડર કંઇ બોલવા તૈયાર નથી. અધિકારી પાસેથી આટલો માલ મળે તો બિલ્ડર્સ પાસેથી કેટલો બેનંબરી માલ મળે તે મોટો સવાલ છે. આથી આગામી દિવસોમાં સાગઠીયાનો રેલો કેટલાક બિલ્ડર સુધી પહોંચવાની વાતથી આ લોબીમાં હલચલ મચી ગઇ છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here