સુરત : રૂ.1.27 લાખનો દારૂ પકડી દારૂ સંતાડનાર કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો:હોમગાર્ડની ધરપકડ

સુરત : રૂ.1.27 લાખનો દારૂ પકડી દારૂ સંતાડનાર કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો:હોમગાર્ડની ધરપકડ
સુરત : રૂ.1.27 લાખનો દારૂ પકડી દારૂ સંતાડનાર કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો:હોમગાર્ડની ધરપકડ
સુરત પોલીસની આબરૂ પર ધબ્બો લગાવતી વધુ એક ઘટનામાં વરાછા પોલીસ મથકના કોન્સ્ટેબલે હોમગાર્ડ સાથે મળી દારૂ ભરેલી કાર પકડી દારૂ પોતાની કારમાં ભરી ખેપીયાઓને કાર સાથે જવા દીધા હતા.ત્યાર બાદ ખેપીયાઓએ આજીજી કરતા પાંચ પેટી દારૂ આપી બાદમાં પોતાની કાર સરદાર પોલીસ ચોકીની પાછળ એસએમસીના મલ્ટીલેવલ પાર્કીગમાં સંતાડી દીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

વરાછા પોલીસને જાણ થતા રૂ.1.27 લાખનો દારૂ પકડી દારૂ સંતાડનાર કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત પાંચ વિરુદ્ધ ગુનો નોંધી હોમગાર્ડની ધરપકડ કરી છે.જયારે કોન્સ્ટેબલ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વરાછા પોલીસ મથકની પીસીઆર વાનમાં ગત બુધવારે રાત્રે ફરજ પર હાજર કોન્સ્ટેબલ લખન ભુરાભાઇ અને હોમગાર્ડ મીલન વીરાણી પૈકી હોમગાર્ડ મીલનને બાતમી મળી હતી કે પટેલનગર સોસાયટીના પાર્કીંગમાં દારૂ ભરેલી કાર પડી છે.મીલને કોન્સ્ટેબલ લખનને જાણ કરતા બંને પીસીઆર ઈન્ચાર્જને અમે થોડીવારમાં આવીએ છીએ કહી લખનની કાર ( નં.જીજે-16-બીએન-5002 ) માં બંને પટેલનગર પહોંચ્યા હતા.ત્યાં એક કાર બિનવારસી હોય બંને કોઈ કાર લેવા આવે ત્યારે પકડવાનું નક્કી કરી ત્યાં જ વોચમાં રહ્યા હતા.થોડીવારમાં એક બાઈક પર ત્રણ વ્યક્તિ આવ્યા હતા અને બે યુવાનને ઉતારી બાઈક ચાલક જતો રહ્યો હતો.બે યુવાન કાર પાસે પહોંચતા કોન્સ્ટેબલ લખન અને હોમગાર્ડ મીલને તેમને પકડી લીધા હતા.

બંનેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમને ઉતારીને ગયેલા મુકેશનો દારૂ છે અને અમે તેના કહ્યા મુજબ દારૂ ભરેલી કાર લેવા આવ્યા છીએ.બંનેએ મુકેશને પકડવામાં તમારી મદદ કરીશું તમે દારૂ લઈને અમને જવા દો કહેતા લખન અને મીલન તૈયાર થયા હતા અને દારૂ ભરેલી કાર લખન ચલાવીને અશ્વનીકુમાર પોલીસ ચોકી બ્રિજ નીચે લઈ ગયો હતો.જયારે લખનની કાર મીલને ચલાવી હતી અને તેમાં પકડાયેલા બંનેને બેસાડી તેઓ બ્રિજ નીચે પહોંચ્યા હતા.ત્યાં કોઈ અવરજવર ન હોય દારૂનો જથ્થો ઝડપાયેલી કારમાંથી લખનની કારમાં ભરી બંનેને તેમની કાર સાથે જવા દીધા હતા.ત્યાર બાદ લખન પોતાની કાર લઈ મીલન સાથે સરદાર પોલીસ ચોકીની પાછળ એસએમસીના મલ્ટીલેવલ પાર્કીગમાં પહોંચ્યો હતો.તે સમયે જે બે ખેપીયાને જવા દીધા હતા તે પૈકીનો એક મોપેડ પર તેમની પાછળ ત્યાં આવ્યો હતો અને મુકેશને પકડવામાં મદદ કરીશ તેવું ફરી કહી થોડો દારૂ આપો કહેતા લખન અને મીલને તેને પાંચ પેટી દારૂ આપી કાર પાર્કીંગના બેઝમેન્ટમાં પાર્ક કરી કવરથી ઢાંકી દીધી હતી.બાદમાં તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા.જોકે, ગત સવારે વરાછા પોલીસના સર્વેલન્સ સ્ટાફને જાણ થતા તેમણે પીઆઇને જાણ કરી હતી.પીઆઈએ ખરાઈ કરવા કોન્સ્ટેબલ લખનનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો હતો.પણ સંપર્ક થયો નહોતો.જયારે હોમગાર્ડ મીલન આવતા તેને પૂછતાં શરૂઆતમાં તેણે ઇન્કાર કર્યો હતો.પણ બાદમાં વાત સ્વીકારતા વરાછા પોલીસે એસએમસીના મલ્ટીલેવલ પાર્કીગમાં રેઈડ કરી હતી.

Read About Weather here

પોલીસે કોન્સ્ટેબલ લખનની કારમાંથી રૂ.1.27 લાખની મત્તાની દારૂનો નાનીમોટી 818 બોટલ કબજે કરી દારૂ ઉપરાંત રૂ.5 લાખની મત્તાની કાર કબજે કરી આ અંગે પોલીસ કોન્સ્ટેબલ લખન ભુરાભાઇ, હોમગાર્ડ મીલન વીરાણી, દારૂ ભરેલી કાર લેવા આવેલા બે અજાણ્યા, દારૂની ગાડી લેવા આવનાર બંનેને બાઈક પર મૂકી જનાર અને દારૂ લાવનાર મુકેશ વિરુદ્ધ ગુનો નોંધી હોમગાર્ડ મીલન વીરાણીની ધરપકડ કરી હતી.જયારે કોન્સ્ટેબલ લખન મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો છે.વધુ તપાસ એસીપી ( બી ડિવિઝન ) પી.કે.પટેલ કરી રહ્યા છે. : દારૂ ભરેલી કાર પકડી તે દારૂ પોતાની કારમાં ભરી બે ખેપીયાઓને કાર સાથે જવા દઈ બાદમાં કાર સંતાડનાર કોન્સ્ટેબલ લખન છેલ્લા પાંચ વર્ષથી વરાછા પોલીસ મથકમાં સર્વેલન્સ ફરજ બજાવતો હતો.દોઢ મહિના અગાઉ જ તેની બદલી ટ્રાફિક શાખામાં કરવામાં આવી હતી.પરંતુ તે છૂટો થયો નહોતો.

સર્વેલન્સ સ્ટાફમાં ફરજ બજાવતા લખને દોઢેક મહિના અગાઉ ગાંજો સાથે પકડાયેલાઓને જવા દઈ રૂ.25 હજારનો તોડ કર્યો હતો.આ બાબત ધ્યાન ઉપર આવતા તેને સર્વેલન્સ સ્ટાફમાંથી ઊંચકીને પીસીઆર પર મુકવામાં આવ્યો હતો.જોકે, બુધવારે રાત્રે ત્યાં તેણે ફરી કાંડ કર્યો હતો. કોન્સ્ટેબલ લખનના કાંડની જાણ સૌપ્રથમ વરાછા પીઆઈ ગાબાણીને થતા તેની ખરાઈ કરવા માટે તે એકલા બાઈક પર એસએમસી પાર્કીગ પહોંચ્યા હતા.તેમણે કાર જોયા બાદ ત્યાંના સોસીટીવી ફૂટેજ ચકાસી બાદમાં સર્વેલન્સ સ્ટાફને જાણ કરી બાદમાં કાર્યવાહી કરી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here