ભુતપૂર્વ TPO સાગઠિયાનું નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની રજુઆત ગયેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ કમિશ્નર સાથે તડાફડી:કોંગ્રેસ આગેવાનો ધરપકડ

સાગઠિયાના નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની રજુઆત માટે ગયેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ કમિશ્નર સાથે તડાફડી:કોંગ્રેસ આગેવાનો ધરપકડ
સાગઠિયાના નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની રજુઆત માટે ગયેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ કમિશ્નર સાથે તડાફડી:કોંગ્રેસ આગેવાનો ધરપકડ

ટીઆરપી ગેમઝોનના આરોપમાં કરવામાં આવેલ ધરપકડમાં મનસુખ સાગઠીયા પાસે કરોડોનુ સોનુ ઝડપાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ ઘટના બાદ કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પુર્વ ટીપીઓ એમ.ડી.સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવા માંગણી કરી છે. આ અંગે જયારે કોંગ્રેસ અગ્રણીઓ પોલીસ કમિશ્નરને રજુઆત કરવા જતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. તમામ કોંગ્રેસ અગ્રણીઓની ધરપકડ કરવામાં આવી હતી.

ભુતપૂર્વ TPO સાગઠિયાનું નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની રજુઆત ગયેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ કમિશ્નર સાથે તડાફડી:કોંગ્રેસ આગેવાનો ધરપકડ રજુઆત

કોંગ્રેસ અગ્રણી અતુલ રાજાણી, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ધરમભાઈ કાંબલીયા, રાજદીપસિંહ જાડેજા, વશરામ સાગઠીયા સહીતના આગેવાનો આજરોજ પોલીસ કમિશ્નર કચેરીએ આવેદનપત્ર પાઠવવા ગયા હતા.

મનસુખ સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવાની કોંગ્રેસએ માંગણી કરી હતી. આ સમયે બન્ને વચ્ચે બોલાચાલી થતા પોલીસ કમિશ્નર કોંગ્રેસ અગ્રણીઓને બહાર કાઢયા હતા. ત્યારબાદ કોંગ્રેસ અગ્રણીઓએ પણ પોલીસ કમિશ્નર કચેરી ‘પોલીસ કમિશ્નર હાય..હાય’ના નારા લગાવ્યા હતા જેને પગલે તમામ કોંગ્રેસ અગ્રણીઓની ધરપકડ કરી પ્રનગર પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.

ભુતપૂર્વ TPO સાગઠિયાનું નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની રજુઆત ગયેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ કમિશ્નર સાથે તડાફડી:કોંગ્રેસ આગેવાનો ધરપકડ રજુઆત

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી જણાવે છે કે, શાંતિપૂર્ણ કરવા ગયેલ રજુઆતમાં અમારી ધરપકડ કરવામાં આવી. અમારી માંગ છે કે સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે જેથી ભાજપના અગ્રણીઓની પોલ ખુલે.

વધુમાં તેઓ જણાવે છે કે, પોલીસ કમિશ્નરની અગાઉ એપોઈન્ટમેન્ટ લઈ પાંચ વ્યક્તિ રજુઆત કરવા ગયા હતા. પરંતુ માંગણી અંગે બોલાચાલી થતા પોલીસ કમિશ્નર કચેરીમાંથી કાઢી મુકયા. આ ઉપરાંત પત્રકારો માટે પણ પ્રવેશબંધી કરતા મામલો બીચકાયો હતો. અમારો ઉકેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો હતો. નાર્કો ટેસ્ટ થયા બાદ ભાજપના ભ્રષ્ટ આગેવાનોના નામ બહાર આવશે.

ભુતપૂર્વ TPO સાગઠિયાનું નાર્કો ટેસ્ટ કરાવવા અંગેની રજુઆત ગયેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસ કમિશ્નર સાથે તડાફડી:કોંગ્રેસ આગેવાનો ધરપકડ રજુઆત

હાલ કોંગ્રેસ સમીતીના પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઈ સાગઠીયા, ગાયત્રીબા, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ધરમભાઈ કાંબલીયા, રાજદીપસિંહ જાડેજાની ધરપકડ કરી પ્રનગર પોલીસ સ્ટેશન લઈ જઈ ગુનો નોંધવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here