રાજકોટમાં રખડાવાતા 1193 ઢોર અને જાહેરમાં થુંકતા 457 શખ્સો કેમેરામાં કેદ

રાજકોટમાં રખડાવાતા 1193 ઢોર અને જાહેરમાં થુંકતા 457 શખ્સો કેમેરામાં કેદ
રાજકોટમાં રખડાવાતા 1193 ઢોર અને જાહેરમાં થુંકતા 457 શખ્સો કેમેરામાં કેદ
રાજકોટ મહાપાલિકાએ રૂ।.૭૦ કરોડના ખર્ચે વર્ષો પહેલા શહેરમાં ૧૦૦૦ લોકેશનો પર અદ્યતન કેમેરા ફીટ કર્યા છે ત્યારે ગત અઢી માસમાં  રસ્તે રઝળાવાતા ૧૧૯૭ ઢોર અને પાન ખાઈને ચાલુ વાહને રોડ પર પિચકારી મારતા  ૪૫૭ ગોબરા શખ્સો પણ કેમેરામાં કેદ થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ઢોર પકડવા મનપાના વિભાગને જાણ કરાઈ અને તેમાં ૫૬૧ ઢોરને પકડી પણ લેવાયા હતા. જ્યારે થુંકનારા શખ્સોને ઈ-મેમો મોકલાયો હતો. મહાપાલિકાના કોમ્પ્યુટર વિભાગ દ્વારા હવે કાયમી ધોરણે કેમેરા પર નિયમભંગ પર નજર રાખવાનું શરુ કર્યું છે અને તા.૩૧ ડિસેમ્બર સુધીના આશરે અઢી માસમાં રસ્તા પર સફાઈ કરવાની જેની જવાબદારી છે તે ૨૪ સફાઈ કામદારો જ ગંદકી કરતા કેમેરાએ જોઈ લીધા હતા જેમને રૂ।.૫૮૦૦નો દંડ કરાયો છે. 

Read National News : Click Here

રસ્તા પર ૧૩૪૫ સ્થળોએ કચરાના ગંજ,ગંદકી નજરે પડી હતી જે અંગે ખુદ મનપાએ જ મનપાના સોલીડ વેસ્ટ વિભાગને ફરિયાદ નોંધાવીને ત્યાં સફાઈ કરવા જણાવ્યું હતું. મહાપાલિકા સૂત્રો અનુસાર શહેરમાં હજુ નવા વિસ્તારોમાં કેમેરા ફીટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે. ઉપરાંત ૪૦૦થી વધુ કિંમતી પ્લોટ ઉપર પણ લાઈવ પ્રસારણ કરતા કેમેરા ગોઠવવામાં આવશે જેના પગલે દબાણ થતા સાથે જ ટી.પી.વિભાગને જાણ થઈ જશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here