ધોરાજીમાં ફર્નિચરના વેપારી સાથે રૂ.1.10 લાખની ઓનલાઇન ઠગાઇ

ધોરાજીમાં ફર્નિચરના વેપારી સાથે રૂ.1.10 લાખની ઓનલાઇન ઠગાઇ
ધોરાજીમાં ફર્નિચરના વેપારી સાથે રૂ.1.10 લાખની ઓનલાઇન ઠગાઇ
સાયબર ભેજાબાજ ડિઝીટલ ટેકનોલોજીનો દુર ઉપયોગ કરી ઓન લાઇન ચીટીંગ કરવાની અવનવી તરકીબ અજમાવી છેતરપિંડી કરી રહ્યા છે. ત્યારે ધોરાજીના ફર્નિચરના વેપારીએ મોબાઇલમાં બંધ થયેલા ગુગલ પે માટે કસ્ટરમ કેરનો સંપર્ક કરતા વીડિયો કોલ આવ્યો હતો અને હિન્દી ભાષી શખ્સની સુચના મુજબ મોબાઇલમાં પેટીએમ ડાઉન લોડ કર્યુ.

Visit Saurashtra Kranti Homepage here

તે દરમિયાન બેન્કના અલગ અલગ ત્રણ એકાઉન્ટમાંથી રુા.1.10 લાખ ઉપડી ગયાની સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધોરાજી નવા બસ સ્ટેશન પાસે પીપળીયા હનુમાન મંદિર પાસે રહેતા અને જેતપુર રોડ પર શ્રી કૃષ્ણ સ્ટીલ ફર્નિચર નામની દુકાન ધરાવતા કલ્પેશભાઇ ઘેલાભાઇ ઘાડીયાએ પોતાની સાથે રુા.1.10 લાખની ઓન લાઇન ઠગાઇ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.કલ્પેશભઆઇ પટેલના મોબાઇલમાં ગુગલ પે બંધ થઇ જતા તેઓએ કસ્ટર કેરનો સંપર્ક કર્યો હત. થોડીવાર બાદ એક હિન્દી ભાષી શખ્સનો વીડિયો કોલ આવ્યો હતો. તેઓએ પોતે સુચના આપે તે રીતે મોબાઇલમાં  પેટીએમ ડાઉન લોડ કરવા શિખવ્યું હતું.

Read National News : Click Here

થોડીવાર બાદ પોતાના બેન્ક ઓફ બરોડના ખાતામાંતી રુા.5,990, રાજકોટ ડીસ્ટ્રીક બેન્કના કાતામાંથી રુા.4,557 અને સેન્ટ્રલ બેન્કના ખાતામાંતી રુા.99,999 ઉપડી ગયાનો મોબાઇલમાં ટેકસ મેસેજ આવ્યો હતો.હિન્દી ભાષી શખ્સે તેના 98749 80773 કોલ કર્યો હતો અને ઓન લાઇન છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ધોરાજી પી.આઇ. એ.બી.ગોહિલ સહિતના સ્ટાફે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here