જૂનાગઢ: ફળિયામાં વાવેલા 34 છોડ,1.79 લાખનો ગાંજા સાથે વૃધ્ધ ઝડપાયો 

જૂનાગઢ: ફળિયામાં વાવેલા 34 છોડ,1.79 લાખનો ગાંજા સાથે વૃધ્ધ ઝડપાયો 
જૂનાગઢ: ફળિયામાં વાવેલા 34 છોડ,1.79 લાખનો ગાંજા સાથે વૃધ્ધ ઝડપાયો 
માંગરોળ તાલુકાના શીલ તાબેના ઓસા(ઘેડ) ગામમાં એસઓજીએ દરોડો પાડી ફળીયામાં વાવેતર કરેલા ગાંજાના 34 છોડ અને 630 ગ્રામ સુકા ગાંજા સાથે એક વૃધ્ધને પકડી લઈ 1.79 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ વૃધ્ધ હત્યા કેસમાં લાંબો સમય જેલમાં રહી 5  વર્ષ પહેલા છુટયો હતો. ત્યારબાદ તેણે ગાંજાનું વાવેતર કરી છુટક વેંચાણ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.માંગરોળ તાલુકાના ઓસા(ઘેડ)માં રહેતા નરશી મુળુ ખાખસ(ઉ.વ. 62)એ પોતાના ફળીયામાં ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી મળતા એસઓજી પીઆઈ એ.એમ. ગોહિલ સહિતના સ્ટાફે ઓસા(ઘેડ) ગામે જઈ દરોડો પાડયો હતો. જયાં નળીયાવાળા મકાનના ફળીયામાં તપાસ કરતા ત્યાં વાવેતર કરેલા ગાંજાના 34 છોડ મળી આવ્યા હતા. એસઓજીએ આ છોડ કબ્જે કરી મકાનમાં તપાસ કરતા જુના લાકડાના કબાટ અને તેના પર રહેલી પેટીમાં તપાસ કરતા તેમાંથી 630 ગ્રામ જેટલો સુકો ગાંજો મળી આવ્યો હતો.

Read National News : Click Here

આ અંગે નરશી ખાખસની પુછપરછ કરતા તેણે આ ગાંજો ફળીયામાં વાવેલા છોડમાંથી સુકવીને તૈયાર કર્યો હોવાનું જણાવ્યું હતું. એસઓજીએ 17 કિલોથી વધુ વજનના ગાંજાના 34છોડ તેમજ ૬૩૦ ગ્રામ સુકો ગાંજો મળી કુલ 1.79 લાખનો મુદ્દામાલ કબ્જે કરી નરશી મુળુ ખાખસ સામે શીલ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here