ગુજરાતભરમાં નશાકારક સીરપના ઉત્પાદક રાજકોટ ક્રાઇમ બ્રાંચની તપાસમાં વડોદરાના નીતિન કોટવાણીની ફેક્ટરી-ગોડાઉન સીલ

ગુજરાતભરમાં નશાકારક સીરપના ઉત્પાદક રાજકોટ ક્રાઇમ બ્રાંચની તપાસમાં વડોદરાના નીતિન કોટવાણીની ફેક્ટરી-ગોડાઉન સીલ
ગુજરાતભરમાં નશાકારક સીરપના ઉત્પાદક રાજકોટ ક્રાઇમ બ્રાંચની તપાસમાં વડોદરાના નીતિન કોટવાણીની ફેક્ટરી-ગોડાઉન સીલ
રાજકોટમાંથી ક્રાઇમ બ્રાન્ચે 75લાખની કિંમતની નશાયુક્ત સીરપની બોટલો ઝડપી લીધી હતી. જેના મુખ્ય ઉત્પાદક તરીકે વડોદરાના નીતિન કોટવાણીનું નામ ખુલતા ક્રાઇમ બ્રાંચે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ઉદેપુરમાં આવેલી તેની આધુનિક મશીનરી સાથેની ફેક્ટરી અને મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડીમાં આવેલું ગોડાઉન સીલ કરી દીધું છે. 

Visit Saurashtra Kranti Homepage here

ક્રાઇમ બ્રાંચે તપાસ બાદ જણાવ્યું કે નીતિન અજીત કોટવાણી વડોદરાના ગોરવા વિસ્તારમાં શિવશક્તિ ફલેટમાં રહે છે. અગાઉ તેની વડોદરામાં શ્રી આયુર્વેદિક હેલ્થકેર નામે કંપની હતી. તેની પાસે ફૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ હતું. તેની કંપનીમાં નશાયુક્ત પીણા વેચાતા હોવાની માહિતીના આધારે વડોદરા પીસીબીએ દરોડો પાડયો હતો.જ્યાંથી નશાકારક પીણાની જે બોટલો મળી હતી તેમાં ઇથેનોલ આલ્કોહોલની હાજરી મળતા નીતિન અને તેની મેનેજર મનાતી તૃપ્તિ ભીખાભાઈ પંચાલ (રહે. ગોરવા વડોદરા) વગેરે સામે ગુનો દાખલ કરાયો હતો. એટલું જ નહીં નીતિનની પાસામાં પણ અટકાયત થઇ હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તેનું લાયસન્સ રદ કરી નાખ્યું હતું. જેના પગલે તેણે નંદુરબારના ઉદેપુરમાં અનિલ પાટીલ (ચૌધરી)ની જગ્યામાં આધુનિક મશીનરી સાથેની ફેક્ટરી બનાવી ત્યાં નશાયુક્ત  સીરપનું ઉત્પાદન શરૂ કરી તેને ગુજરાતભરમાં રાજકોટ, ભાવનગર, મોરબી, જૂનાગઢ, જેતપુર, જામનગર, કચ્છ, અમદાવાદ, નડિયાદ વગેરે શહેરોમાં સપ્લાય કરવાનું શરૂ કરી દીધું હતું.

તેની ઉદેપુર ગામે આવેલી ફેક્ટરીમાંથી જ રાજકોટમાંથી ઝડપાયેલ ૭૫ લાખની નશાકારક પીણાની બોટલો આવી હતી. જેની ઉપર શ્રી આયુર્વેદિક હેલ્થકેરના સ્ટીકર હતા. આ કંપનીનું લાયસન્સ રદ થઇ જવા છતાં નીતિને તેના નામે નશાકારક સીરપ બનાવવાનું ચાલુ રાખ્યું હતું. રાજકોટના ગુનામાં હવે નીતિન ઉપરાંત તેની મેનેજર મનાતી તૃપ્તિનું નામ પણ ખૂલ્યું છેરાજકોટના જુદા-જુદા વિસ્તારોમાંથી ક્રાઇમ બ્રાંચે નશાયુક્ત સીરપની ૭૫ લાખની બોટલ ભરેલા છ ટ્રક ઝડપી લીધા હતા. જેમાંથી જુદી-જુદી છ પ્રકારની સીરપની બોટલોનો જથ્થો મળ્યો હતો. જેના નમૂના લઇ એફએસએલમાં મોકલતા તેમાં ઇથેનોલ આલ્કોહોલ અને આઈસોપ્રોપાઇલ આલ્કોહોલની હાજરી મળી આવી હતી.આઈસોપ્રોપાઇલ આલ્કોહોલનો સેનેટાઇઝર બનાવવામાં ઉપયોગ થાય છે. જેનો આરોપીઓ નશાયુક્ત સીરપની બોટલોમાં ઉપયોગ કરતા હતા.એફએસએલના રિપોર્ટ બાદ ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કરી ત્રણ આરોપી અશોક ચૌહાણ, જયરાજ ખેરડીયા અને લગ્ધીરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી. સુત્રધારો તરીકે રાજકોટમાં રહેતા અને ભાજપ સાથે સંકળાયેલા રૂપેશ નટવરલાલ ડોડીયા અને તેના ભાઈ ધર્મેશ વગેરેની સંડોવણી ખૂલી હતી. 

Read About Weather here

ઝડપાયેલા આરોપી લગ્ધીરસિંહની પૂછપરછમાં ક્રાઇમ બ્રાંચને જાણવા મળ્યું કે નશાયુક્ત સીરપની જે બોટલો કબ્જે થઇ છે તેનું ઉત્પાદન મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અકકલકૂવા તાલુકાના ઉદેપુર ગામે આવેલી ફેક્ટરીમાં થયું હતું. જેથી ક્રાઇમ બ્રાંચના પીએસઆઈ ડી.સી. સાકરીયા સ્ટાફના માણસો સાથે ઉદેપુર પહોંચ્યા હતા અને ત્યાં આવેલી ફેક્ટરી સીલ કરી હતી. તપાસ દરમિયાન આ ફેકટરી વડોદરામાં રહેતા અને અગાઉ શ્રી આયુર્વેદિક હેલ્થકેરના નામે કંપની ધરાવતા નીતિન કોટવાણીની હોવાની માહિતી મળી હતી. એટલું જ નહીં ગોડાઉન મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડીમાં હોવાની માહિતી મળતા તે ગોડાઉન પણ ક્રાઇમ બ્રાંચે સીલ કરી દીધું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here