ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચ ઝપેટમાં…

ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચના ઝપેટમાં
ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચના ઝપેટમાં

ડીજીટલ પેમેન્ટના યુગમાં સાયબર ક્રાઇમ ફ્રોડ ગેંગ હવે પૂરા દેશમાં વધુ સક્રિય બની હોય તેમ રોજની હજારો ફરિયાદો થતી રહે છે. છેતરપીંડીના સેંકડો કેસ પોલીસ મથક સુધી પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતમાં લોકો પાસેથી નાણા પડાવવા સાયબર ગેંગની નવી મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે. ચોકકસ લોકોને નિશાન બનાવી તેમના કુરીયરમાં ડ્રગ્સ હોવાનું કહી, મની લોન્ડરીંગના કેસ કરવાની ધમકી આપતી ચાઇનીઝ ગેંગના 20થી વધુ શખ્સોને અમદાવાદથી પકડી પાડવામાં આવતા આ તોડનું મોટુ કારસ્તાન બહાર આવ્યું છે.

ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચ ઝપેટમાં... સાયબર ક્રાઇમ

સીબીઆઇ, ઇડી સહિતની એજન્સી મારફત મોટો કેસ કરવાનો ધમકી આપતી આ ગેંગનો પર્દાફાશ થયો છે. જેમાં પકડાયેલા 20 આરોપીઓ પૈકી 4 રાજકોટ શહેરના, 4 ધોરાજીના, 2 પોરબંદર અને કુતિયાણાના આરોપીઓ છે. આ સિવાય અમદાવાદ, સુરતના શખ્સો આ ટોળકી સાથે જોડાયેલા હોય, ક્રાઇમ બ્રાંચ દ્વારા કૌભાંડના મુળ સુધી પહોંચવા પ્રયાસો શરૂ કરાયાનું જેસીપી શરદ સીંગલે જણાવ્યું છે. તો ડીસીપી અજિત રજયાને કોઇને પ્રલોભનમાં ન આવવાની અપીલ કરી કયારેય સેન્ટ્રલ એજન્સી કોલ કરતી નથી તેવું કહ્યું છે. આ રૂપિયા ક્રિપ્ટો કરન્સી મારફત ચીન સુધી પહોંચી રહ્યાનું ડીસીપી ડો. લવિના સિંહાએ કહ્યું હતું.

ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચ ઝપેટમાં... સાયબર ક્રાઇમ

અમદાવાદમાં રહેતા અને જાણીતી સંસ્થા ‘માઇકા’ના પૂર્વ પ્રમુખ શૈલેન્દ્ર ભટ્ટને તમે તાઇવાનમાં જે કુરીયર મોકલ્યુ તેમાં ડ્રગ્સ હોવાનો કોલ આવ્યો હતો. સીબીઆઇ અને નાર્કોટીક એજન્સી તપાસ કરતી હોય, મની લોન્ડરીંગનો કેસ કરવામાં આવશે. સતત બે દિવસ સુધી તેમને ધમકાવી 1.15 કરોડ પડાવવામાં આવ્યા હતા. બીજા કેસમાં ખાનગી કંપનીના મેનેજરને ફેડેકસ કંપનીના નામે કોલ આવ્યો હતો.

મુંબઇથી ઇરાન મોકલેલા કુરીયરમાં ડ્રગ્સ હોવાનું કહી ધરપકડની ધમકી આપતા તેઓએ લોન પાસ કરાવી ટોળકીએ 9.76 લાખ પડાવ્યા હતા. તો નિવૃત અધિકારી શ્રેણિકભાઇ પર મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ. સાવંતના નામે ફોન આવ્યો હતો. તેમના આધાર કાર્ડ પર મુંબઇના નવાબ મલીકે ર4 બેંક ખાતા ખોલાવી હવાલા પડાવ્યા અને ડ્રગ્સમાં પણ નામ ખુલ્યાનું કહી 40 લાખ પડાવી લીધા હતા.

ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચ ઝપેટમાં... સાયબર ક્રાઇમ

તમારો નંબર બે કલાકમાં બંધ થશે, જાણવું હોય તો 9 નંબર દબાવો, આ નંબર દબાવતા તેમના નામે મુંબઇમાં ર4 સીમ કાર્ડ લેવાયું અને ડ્રગ્સ મંગાવ્યાનું કહી ધરપકડની ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાનું ખુલ્યુ છે. અમદાવાદ પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગત બહાર આવી છે કે આ ગેંગ જુદા જુદા ટાસ્ટ પર કામ કરે છે. સર્ચ એન્જીન પરથી ટાર્ગેટ નકકી કરવામાં આવે છે.

બીજી ટીમ તેની પ્રોફાઇલ તૈયાર કરી વિડીયો કોલ પણ કરે છે. ચોકકસ ખાતામાં રૂપિયા જમા થાય એ માટે એક ટીમ કામ કરે છે. રૂપિયા આવી જાય પછી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી દેવાય અને ક્રિપ્ટોમાં ક્ધવર્ટ કરી ચીન મોકલવામાં આવે છે. આ રીતના કોલ અને સાયબર ક્રાઇમ કૌભાંડથી ચેતવા પોલીસે અપીલ કરી છે.

ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચ ઝપેટમાં... સાયબર ક્રાઇમ

આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ મોઇન ઇગોરીયાએ ધો.1ર સાયન્સ કર્યુ છે અને મેડીકલમાં પ્રવેશ ન મળતા સાયબર ઠગ બન્યો હતો. જેમાં તે નિષ્ણાંત થઇ ગયો છે. પૈસા પડાવવાના કેસમાં 9 ચાઇનીઝ શખ્સોના નામ પણ ખુલ્યા છે. આ પુરૂ કૌભાંડ ચીન, કંબોડીયા અને હોંગકોંગથી ચાલે છે. ભારતીય લોકો પાસેથી ડરાવી, ધમકાવીને તોડ કરવાના કૌભાંડકાર મોઇન અને નેવીવાલા મુસ્તુફા યુનુસ આ ચીટીંગ શીખવા ચીન પણ જઇ આવ્યા છે. તેઓ ફરી હોંગકોંગ થઇને ચીન જવાના હતા પરંતુ પોલીસે મોઇનને ઝડપી લીધો છે અને બે ટીકીટ પણ કબ્જે કરી છે.

ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચ ઝપેટમાં... સાયબર ક્રાઇમ

આ રૂપિયા ઓનલાઇન કોઇના ખાતામાં જમા કરાવવા ગેંગની એક ટીમ જરૂરતમંદ લોકોના બેંક ખાતા ભાડે રાખીને ઓપરેટ કરે છે. તેમના ખાતામાં સરકારી સહાયના નાણા આવશે તેવું કહે છે. બાદમાં તેમના ખાતામાં લાખોની હેરફેર થાય છે. આવું એક ખાતું તો રીક્ષા ચાલક જેવા મજુરનું પણ નીકળ્યું હતું. હાલ કરોડો રૂપિયાના આવા કૌભાંડમાં પોલીસ 16 લાખ રૂપિયા સીઝ કરી ચૂકયુ છે. આ ટોળકી સીબીઆઇ અને ઇડીનો રીતસરનો હાઉ અને હાવભાવ પણ ઉભા કરે છે. એર જાગૃત મહિલા પ્રોેફેસર આ ટોળકીનો શિકાર બનતા રહી ગઇ હતી.

ખતરનાક સાયબર ક્રાઇમ ગેંગ ઝડપાઇ : સૌરાષ્ટ્રના 10 શખ્સો ક્રાઇમ બ્રાંચ ઝપેટમાં... સાયબર ક્રાઇમ

જીએસટી અને ઇન્કમટેકસે ભાડેથી ચાલતા અનેક ખાતાઓ સીઝ કર્યા
રાજય જીએસટી વિભાગના અધિકારીઓેએ બોગસ બીલીંગ કૌભાંડની તપાસ કરતા ભાડેથી ઓપરેટ કરતા હોય તેવા હજારો ખાતા પાલીતાણા પંથકમાંથી શોધી કાઢયા હતા. સાયબર ગેંગ ચોકકસ ખાતેદારના ડોકયુમેન્ટના આધારે બોગસ કંપની રજીસ્ટર કરીને કરોડો રૂપિયાના બોગસ બીલ પણ બનાવતા હતા. ઘણી વખત સરકારી સહાયની લાલચ આપી પોતાની ગોઠવણ હોય તેવા આધારકાર્ડ સેન્ટરમાં જઇ મોબાઇલ નંબર અપડેટ કરાવી દેતા હતા.

બેંકમાં પણ તેમનો જ નંબર રહેતો હોય, મેસેજ ટોળકીના સભ્યને મળતા હતા. આથી ખાતેદારને તેમના ખાતામાં કેટલા ટ્રાન્ઝેકશન થાય છે તેનો અંદાજ આવતો ન હતો. આવા એકાઉન્ટ અંગે આવક વેરાને પણ ફરિયાદો મળતા અનેક ખાતા ઇન્કમટેકસે સીઝ કરી દીધા છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here