ઉપલેટાના ભાયાવદરમાંથી ગેરકાયદેસરનો જથ્થો ઝડપાયો ઘઉં,ચોખા અને 16 બોરી ઝડપાઈ

ઉપલેટાના ભાયાવદરમાંથી ગેરકાયદેસરનો જથ્થો ઝડપાયો ઘઉં,ચોખા અને 16 બોરી ઝડપાઈ
ઉપલેટાના ભાયાવદરમાંથી ગેરકાયદેસરનો જથ્થો ઝડપાયો ઘઉં,ચોખા અને 16 બોરી ઝડપાઈ
ઉપલેટાના ભાયાવદર માંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે જેમાં મામલતદાર કચેરી સ્ટાફને ઉપલેટાના જાગૃત નાગરિક પાસેથી મળેલી બાતમીના આધારે ભાયાવદર ગામના ફૂલવાડી વિસ્તારમાં રેડ કરી ઘઉં,ચોખા તેમજ ચણાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને ઝડપાયેલા જથ્થાને સીઝ કરીને સરકારી ગોડાઉન ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આ રેડ બાદ આ જથ્થા અંગેનું કનેક્શન મધ્યાન ભોજન કેન્દ્રમાં હોવાની માહિતી મળતા ભાયાવદરના એક મધ્યાન ભોજન કેન્દ્રમાં તપાસ કરતા મધ્યાન ભોજન કેન્દ્રમાં ચોપડે નોંધાયેલ જથ્થા કરતા ઓછો માલ નીકળ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે હાલ ઝડપાયેલા જથ્થા અને તપાસની અંદર ઉપલેટા મામલતદાર તેમજ કચેરી સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસના તમામ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઉપલેટા તાલુકાના ભાયાવદર શહેરના ફૂલવાડી વિસ્તારમાં મામલતદાર કચેરી સ્ટાફે તપાસ કરતા આઠ ઘઉંની બોરીઓ, સાત ચોખાની બોરીઓ અને એક ચણાની બોરી અનઅધિકૃત રીતે રાખેલ હોવાનું માલુમ પડ્યું હતું. આ જથ્થો ભાયાવદરના હાર્દિક ચંદુલાલ ઘેટીયા પાસેથી ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું હતું ત્યારે તેમની પાસેથી કુલ 15 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી સીઝ કરવામાં આવ્યો હતો અને આ જથ્થો ઉપલેટાના સરકારી અનાજના ગોડાઉન ખાતે જમા કરાવવામાં આવ્યો હતો.

આ રેડ બાદ આ જથ્થાનું કનેક્શન ભાયાવદર શહેરની ક્ધયાશાળા ખાતે ચાલતા મધ્યાહ્ન ભોજન કેન્દ્ર સાથે સંકળાયેલ હોવાની જાગૃત નાગરિક દ્વારા માહિતીઓ આપતા મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા ભાયાવદરના મધ્યાન ભોજન કેન્દ્ર પૈકીના ક્ધયા શાળાના કેન્દ્રના સંચાલક સોમાભાઈ મકવાણાના કેન્દ્ર પર મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા મધ્યાન ભોજન કેન્દ્રના અનાજના જથ્થા અંગેની સ્ટોકની ખરાઈ કરતા અપૂરતો સ્ટોક નીકળ્યો હોવાનું પણ સામે આવ્યું હતુંજે બાદ સમગ્ર બાબતે મામલતદાર કચેરી સ્ટાફ દ્વારા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

Read National News : Click Here

ઉપલેટાના ભાયાવદર ગામે ગેરકાયદેસર અનાજનો જથ્થો રાખવામાં આવેલ હોય તેમજ ગેરકાયદેસર રીતે જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની માહિતી ઉપલેટાના એક જાગૃત નાગરિકને મળતા સમગ્ર બાબતે ઉપલેટા મામલતદાર તેમજ કચેરી સ્ટાફને જાણ કરી હતી જે બાદ ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી, તેમજ પુરવઠા નાયબ મામલતદાર જીતુભાઈ કરંગિયા તેમજ મધ્યાહ્ન ભોજનના ઈનચાર્જ નાયબ મામલતદાર જાગૃતિબેન ડોબરીયા તેમજ કચેરી સ્ટાફ દ્વારા સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ કરતા ગપલો કરનારાઓમાં ફફડાટ ફેલાયો હોવાનું સામે આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here