અમદાવાદના 4 મોટા બિલ્ડર ગ્રુપ પર IT દરોડા,150થી વધુ અધિકારીઓએ સપાટો બોલાવ્યો

અમદાવાદના 4 મોટા બિલ્ડર ગ્રુપ પર IT દરોડા,150થી વધુ અધિકારીઓએ સપાટો બોલાવ્યો
અમદાવાદના 4 મોટા બિલ્ડર ગ્રુપ પર IT દરોડા,150થી વધુ અધિકારીઓએ સપાટો બોલાવ્યો
અમદાવાદમાં ફરી ઈન્‍કમટેક્‍સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

બિલ્‍ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્‍કમટેક્‍સ વિભાગના રડારમાં છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શકયતા છે.અમદાવાદમાં ફરી ઈન્‍કમટેક્‍સ વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલ્‍ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના ટોચના બે બ્રોકર પણ ઇન્‍કમટેક્‍સ વિભાગના રડારમાં છે.

દિવાળી નજીકમાં છે ત્‍યારે અમદાવાદમાં સાયન્‍સ સિટી રોડ સહિત વિવિધ પ્રોજેક્‍ટ ધરાવતા બિલ્‍ડરોને ત્‍યા દરોડા પાડવામાં આવ્‍યા છે. ત્રિકમ પટેલ, અનિલ પટેલ બિલ્‍ડર્સના ઠેકાણા સહિત ૨૪ જેટલા સ્‍થળોએ IT વિભાગની ટીમો પહોંચી છે. અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ સહિત ૪ ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અવિરત ગ્રુપના કનુ પટેલ, સંદીપ પટેલ અને બળદેવ પટેલને ત્‍યાં પણ તપાસ ચાલી રહી છે. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્‍ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની તપાસ ચાલુ છે.ઇન્‍કમટેક્‍સનો ૧૫૦ થી પણ વધુ અધિકારીઓનો કાફલો તપાસમાં જોડાયો છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળી આવે તેવી શકયતા છે. આવકવેરા વિભાગને આ તમામ બિલ્‍ડર્સના ત્‍યાં બેનામી સંપત્તિ હોવાના ઇનપુટ મળ્‍યા હતા, જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે. આ તમામના ઓફિસ અને ઘરોમાં તપાસ કરવામાં આવી રહી છે. તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ મળવાની શકયતા છે.

Read National News : Click Here

મહત્‍વનું છે કે આ પહેલા અમદાવાદમાં બે કેમિકલ કંપની પર આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન કર્યુ હતુ. બ્‍લીચ કેમ અને ધારા કેમિકલ કંપની પર ૫ દિવસ સુધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલી હતી. આવકવેરા વિભાગની તપાસમાં મળ્‍યા ૨૦૦ કરોડ રુપિયાના બિનહિસાબી વ્‍યવહાર મળી આવ્‍યા હતા.આવકવેરા વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના, ડિજિટલ ડેટા મળી આવ્‍યા હતા. આવકવેરા વિભાગની કાર્યવાહીમાં સીઝ કરાયેલા ૨૦ બેંક લોકરની પણ તેમાં તપાસ કરવામાં આવી હતી.આ કાર્યવાહીમાં કાળા નાણાનું જમીન અને મકાનોમાં રોકાણ કર્યું હોવાની માહિતી સામે આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here