રક્ષાબંધનના એક માસ પૂર્વે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ શર્મશાર:એકલતાનો લાભ લઇપાંચ વખત દુષ્કર્મ આચર્યું

રક્ષાબંધનના એક માસ પૂર્વે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ શર્મશાર:એકલતાનો લાભ લઇપાંચ વખત દુષ્કર્મ આચર્યું
રક્ષાબંધનના એક માસ પૂર્વે ભાઈ-બહેનનો પવિત્ર સંબંધ શર્મશાર:એકલતાનો લાભ લઇપાંચ વખત દુષ્કર્મ આચર્યું
સાવકા ભાઈએ એકલતાનો લાભ લઇ સગીર બહેનને નિર્વસ્ત્ર કરી ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાની દીકરીએ પિતા સમક્ષ રડતી આંખે આપવીતી વર્ણવતા ભક્તિનગર પોલીસે પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. બનાવ અંગે મૂળ બોટાદ પંથકના અને છેલ્લા દોઢેક વર્ષથી કોઠારિયા રોડ ઉપર ભાડાના મકાનમાં રહી હીરા ઘસવાનું મજુરીકામ કરતા યુવાને તેની 17 વર્ષીય સગીર દીકરી સાથે થયેલ દુષ્કર્મ અંગે હિતેશ ઉર્ફે ભોલો ગોપાલભાઈ કડીવાર (ઉ.વ.21) નામના શખ્સ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીસામે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. વધુમાં ફરિયાદીએ નોંધાવેલી જણાવ્યું હતું કે, તેમની પ્રથમ પત્નીનું 2006માં અવસાન થયું હતું તેના થકી સંતાનમાં એક દીકરી છે, તેણીના અવસાન બાદ તેઓએ તેમની જ જ્ઞાતિના હંસાબેન સાથે બીજા લગ્ન કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેણે આગલા ઘરનો દીકરો હિતેશ છે. ફરિયાદીને પગમાં દુખાવો થતો હોવાથી 20 જુને ભાવનગર સારવાર માટે દાખલ થયાં હતાં. ત્યા ગોળા બદલાવવાનું ઓપરેશન કરાવ્યા બાદ તેનાં વતનમાં જ રોકાયો હતો. જે બાદ તેમની પત્ની બંને બાળકોને રાજકોટ મૂકી તેમની સેવા કરવા ગામડે આવી હતી ત્યારે ભાઈ-બહેન બંને રાજકોટ રહેતાં હતા.વધુમાં તેઓએ ઉમેર્યું કે, ગઈ 29 તારીખે ફરિયાદીના પિતા તેની દીકરીને લઈને ગામડે આવ્યા ત્યારે દીકરી રડવા લાગી હતી, અને તેના ભાભીએ પૂછતાં ભાઈએ તેની સાથે ખોટું કામ કર્યું હોવાનું જણાવ્યું હતું જેથી તેઓએ દીકરીને પૂછતાં તેણીએ જણાવેલ કે, હું રાત્રે સુતી હતી ત્યારે ભાઈ કપડા કાઢી મારી બાજુમાં સુઈ જતો અને મારા બધા કપડા કાઢી ચાર પાંચ વખત ખોટું કામ કર્યા હોવાની વાત કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયા, રાઈટર નીલેશભાઈ મકવાણા સહિતે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here