ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની બોગસ સહી કરી પટ્ટાવાળાએ રૂ.10.30 લાખના બે ચેક બેન્કમાં જમા કરાવ્યા

ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની બોગસ સહી કરી પટ્ટાવાળાએ રૂ.10.30 લાખના બે ચેક બેન્કમાં જમા કરાવ્યા
ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટની બોગસ સહી કરી પટ્ટાવાળાએ રૂ.10.30 લાખના બે ચેક બેન્કમાં જમા કરાવ્યા
રાજકોટના ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટના બંગલે કામ કરતા પિયુને બે ચેકની ચોરી કરી પોતાના મળતીયાને તેમના ખાતામાં જમા કરાવવા આપતા વિરાણી ચોક ખાતેની એસબીઆઇના કર્મચારીએ રુા.5 લાખ અને 5.30 લાખના ચેક ભરણામાં આવ્યા અંગેનું વેરિફીકેશન કરતા ભાંડો ફડયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ દ્વારા એ ડિવિઝન પોલીસમાં પટ્ટાવાળા સામે ચેકની ચોરી કરી તેમાં બોગસ સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બહુમાળી ભવન સામે હોમગાર્ડ કેમ્પર્સમાં રહેતા ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ જ્યોત્સનાબેન વિનુભાઇ પરમારે તેમને ત્યાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા નરેશ તાવીયા સામે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના બે ચેકની ચોરી કરી શૈલેષ ગોવિંદ ભુસડીયા અને નિલેશ દેવશી વાલાણીના ખાતામાં રુા.10.30 લાખ જમા કરાવવા આવ્યા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ તરીકેનો ચાર્જ જે.વી.પરમારે ગત તા.23-5-22ના રોજ સંભાળ્યો ત્યારે તેમને ત્યાં કામ માટે ડીસ્ટ્રીક કોર્ટ દ્વારા નરેશ તાવીયાને ફાળવવામાં આવ્યો હતો. નરેશ તાવીયા પી.એલ.આઇ.નું પ્રિમીયમ ભરવા જવાનું કામ કરતો હતો તે દરમિયાન ચેક બુક ગુમ થઇ હોવાતી હોસ્પિટલ ચોકમાં આવેલી એસબીઆઇ બેન્કમાં ચેક બુકની સિરિયલ નંબર આપીને સ્ટોપ પેમેન્ટ કરાવ્યું હતું.

Read National News : Click Here

દરમિયાન ગત તા.19 ડિસેમ્બરે વિરાણી ચોકમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીએ મોબાઇલમાં વાત કરી તેમના દ્વારા શૈલેષ ગોવિંદ  ભૂસડીયાને રુા.5 લાખનો ચેક અને નિલેશ વાલાણીને રુા.5.30 લાખનો ચેક લખી આપ્યા હોવા અંગેનું વેરિફીકેશન કર્યુ ત્યારે ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ જે.વી.પરમાર ચોકી ઉઠયા હતા અને તેઓએ કોઇને ચેક આપ્યો ન હોવાનું જણાવ્યું હતું તેમજ બેન્કે ચેકની તપાસ કરતા બંને ચેકમાં પોતાની બોગસ સહી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થતા ચેક પોતાના પિયુન નરેશ તાવીયાએ ચોરી કરી તેમાં બોગસ સહી કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પી.એસ.આઇ. પી.કે.ઝાલા સહિતના સ્ટાફે પટ્ટાવાળા નરેશ તાવીયા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here