ગાંધીનગર : પેટ્રોલ પંપની ડીલરશીપ આપવાના બહાને વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી 

ગાંધીનગર : પેટ્રોલ પંપની ડીલરશીપ આપવાના બહાને વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી 
ગાંધીનગર : પેટ્રોલ પંપની ડીલરશીપ આપવાના બહાને વૃદ્ધ સાથે 26 લાખની છેતરપિંડી 
છેલ્લા ઘણા સમયથી સાયબર ગઠિયાઓનો આતંક વધી રહ્યો છે ત્યારે ઇડરના ભદ્રેશ્વર ગામના વૃદ્ધને પેટ્રોલ પંપની ડીલરશીપ આપવાના બહાને સાયબર ગઠિયાઓએ તબક્કાવાર ૨૬ લાખ રૃપિયા જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જે સંદર્ભે ગાંધીનગર સાયબર પોલીસે ગુનો દાખલ કરીને હવે ગઠિયાઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.હાલમાં ઓનલાઇન છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગૂગલ ઉપર કોઈપણ વસ્તુ સર્ચ કરવામાં પણ ધ્યાન રાખવું પડે છે. કેમકે કંપનીઓના બનાવટી અને ભળતા નામવાળા એકાઉન્ટ રાખીને લોકોનો વિશ્વાસ કેળવી રૃપિયા પડાવી લેવામાં આવતા હોય છે. ત્યારે આ જ પ્રકારની છેતરપિંડીનો ભોગ સાબરકાંઠાના ઈડર તાલુકાના ભદ્રેશ્વર ગામે રહેતા રૃપસિંહ બાપુસિંહ રાઠોડ નામના વૃદ્ધ બન્યા છે. તેમના પુત્ર દ્વારા ઈડર હિંમતનગર હાઇવે ઉપર એસ આર કંપનીનો પેટ્રોલ પંપ ચલાવવામાં આવતો હતો અને તેનું વેચાણ ઓછું થતું હોવાથી આ પંપ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલ પંપની ડીલરશીપ લેવા માટે રૃપસિંહ દ્વારા ગૂગલમાં સર્ચ કરવામાં આવ્યું હતું હતું.

Read Saurashtra Kranti E-Paper here

બાદમાં ઇન્ડિયન ઓઇલની ડીલરશીપ માટેનું ઓનલાઇન ફોર્મ ભર્યું હતું. જેનાં થોડા દિવસ પછી ગઠીયાએ ફોન કરીને ડીલરશીપ માટે કેવાયસી ચેકીંગ માટેની મોબાઇલ મિટિંગ પણ કરાવી હતી.જે મિટિંગ પૂર્ણ થયા પછી તેમને ઈમેલ મોકલી આપવામાં આવ્યો હતો.જેમાં કેવાયસી બરોબર હોવાનો ઉલ્લેખ કરી ૧૨ લાખ ભરવાનો ઉલ્લેખ કર્યો હતો. આથી ડીલરશીપ મેળવવા માટે રૃપસિંહે સાબરકાઠાં ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.

બાદમાં સિક્યુરિટી ડિપોઝીટ સહિત બહાના બતાવીને અજાણ્યા ગઠીયાએ રૃપસિંહ પાસે કુલ ૨૫.૯૯ લાખની રકમ ટ્રાન્ફર કરાવી લીધી હતી. છેલ્લે તેઓને ટ્રાન્સપોટેશન પેટે પણ રૃ. ૧.૨૦ લાખ જમા કરાવવાનો ઈમેલ મળ્યો હતો ત્યારે રૃપસિંહને કંઈક ગડબડ હોવાનું લાગ્યું હતું અને જેથી નજીકના પેટ્રોલ પંપમાં તપાસ કરતા આ ઈમેલ એડ્રેસ ખોટું હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ સંદર્ભે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here