ડુંગળીના ઉંચા ભાવને કાબુમાં રાખવા સરકારની સરાહનીય કામગીરી

ડુંગળીના ઉંચા ભાવને કાબુમાં રાખવા સરકારે અનેક કવાયતો હાથધરી
ડુંગળીના ઉંચા ભાવને કાબુમાં રાખવા સરકારે અનેક કવાયતો હાથધરી

વર્ષ પહેલાની તુલનામાં લગભગ 60 ટકાથી ઉપર ચાલી રહેલા ડુંગળીના ભાવ પર કાબુ મેળવવા માટે સરકાર બફર સ્ટોકનો સહારો લઈ શકે છે. કન્ઝયુમર અફેર્સ મિનિસ્ટ્રીનાં એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ડૂંગળીમાં પાંચ લાખ ટનનો બફર સ્ટોક કરવા માટે ખેડુતો પાસેથી ખરીદી કરવામાં આવી રહી છે.

ડુંગળીના ઉંચા ભાવને કાબુમાં રાખવા સરકારની સરાહનીય કામગીરી ભાવ

વરસાદ સારો થવાની સંભાવનાને આવનારા દિવસોમાં ભાવ નીચા આવવાની આશા છે. પણ જો આમ ન થયુ હો ઓપન માર્કેટમાં બફર સ્ટોકથી ડૂંગળી રિલીઝ કરવામાં આવી શકે છે. બફર સ્ટોક માટે પાંચ લાખ ટન ડુંગળીનું લક્ષ્ય હાંસલ કરવામાં આવશે.સરકારનાં આ પગલાથી ભાવમાં સ્થિરતામાં મદદ મળી શકે છે.

નિકાસ પર લાગી હતી રોક:
કિંમતો પર કાબુ મેળવવા માટે છેલ્લે 8 ડિસેમ્બરથી ડુંગળીની નિકાસ પર રોક લગાવવામાં આવી હતી. ખેડુતના હિતમાં ચાર મેથી રોક હટી હતી.

ડુંગળીના ઉંચા ભાવને કાબુમાં રાખવા સરકારની સરાહનીય કામગીરી ભાવ

સરકાર સારા પાકનાં સમયે તેની ખરીદી કરીને સ્ટોક કરે છે જેને બફર સ્ટોક કહે છે.ઈમરજન્સીની સ્થિતિમાં સ્ટોકનો ઉપયોગ થાય છે. માની લો કે હાલ ડુંગળીના ભાવ વધુ છે તો તેને કન્ટ્રોલ કરવા માટે સરકાર પોતાની પાસે રહેલ બફર સ્ટોકને રિલીઝ કરી શકે છે.કન્ઝયુમર એફર્સ મિનિસ્ટ્રીના એક સિનિયર અધિકારીએ જણાવ્યુ હતું કે આવનારા દિવસોમાં જરૂરી થયુ તો કિંમતો પર કાબુ મેળવવા માટે બફર સ્ટોકથી ડુંગળી રિલીઝ (છુટી) કરી શકાય. પ્રચંડ હિટવેવને લઈને ડુંગળી, ટમેટા, બટેટા, અને લીલા શાકભાજીનાં ભાવ વધી ગયા છે. વરસાદ સારો થવા પર ભાવ ઘટવાની આશા છે.

ડુંગળીના ઉંચા ભાવને કાબુમાં રાખવા સરકારની સરાહનીય કામગીરી ભાવ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here