અમદાવાદ સોનાએ રૂ.60,000ની સપાટી ગુમાવી વૈશ્વિક બજારમાં સોનામાં મંદીજોવા મળી

અમદાવાદ સોનાએ રૂ.60,000ની સપાટી ગુમાવી વૈશ્વિક બજારમાં સોનામાં મંદીજોવા મળી
અમદાવાદ સોનાએ રૂ.60,000ની સપાટી ગુમાવી વૈશ્વિક બજારમાં સોનામાં મંદીજોવા મળી
વૈશ્વિક બજારોમાં પ્રતિકુળ અહેવાલો પાછળ સોનામાં પીછે હઠ થતાં તેની સીધી અસર સ્થાનિક બજારોમાં જોવા મળી હતી. આજે અમદાવાદ તેમજ મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ તૂટયા હતા. જ્યારે ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપી વધી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯.૫૦ના રૂ.૫૯૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૨૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવમાં સપ્ટેમ્બરમાં જોવા મળેલો મંથલી ઘટાડો છેલ્લા ૭ મહિનાનો સૌથી મોટો મંતલી ભાવ ઘટાડો રહ્યો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં સોનાના ભાવ વધુ ગબડયા હતા. જ્યારે ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમ તા કોપરના ભાવ વધી આવ્યાના નિર્દેશો હતા. ચીનમાં અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી રહ્યાના સંકેતો વહેતા થયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૮૭૫થી ૧૮૭૬ વાળા નીચામાં ૧૮૬૨થી ૧૮૬૩ થઈ ૧૮૭૦થી ૧૮૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ ચાલુ રહ્યું હતું. દરમિયાન, ઘરઆંગણે વિશ્વ બજાર પાછળ સોનાના ભાવમાં  ઘટાડો આગળ વધ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper here

અમદાવાદ સોનાના ભાવ ગબડી ૧૦ ગ્રામના રૂ.૬૦ હજારની અંદર ઉતર્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૭૨૫૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ચાંદીના ભાવ જો કે ઘટતા અટકી ઔંશના ૨૨.૫૬ વાળા વધી ૨૩.૧૫ થઈ ૨૩.૧૧થી ૨૩.૧૨ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ઔંશના ૮૯૯ વાળા વધી ૯૨૫ થઈ ૯૨૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૩૨ વાળા વધી ૧૨૮૯ થઈ ૧૨૮૮ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે ૧.૫૮ ટકા વધ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here