અનંતના લગ્નમાં રિલાયન્‍સના કર્મચારીઓને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને અનેક વાનગીઓ ભેટ રૂપે આપી : જાણો

અનંતના લગ્નમાં રિલાયન્‍સના કર્મચારીઓને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને અનેક વાનગીઓ ભેટ રૂપે આપી : જાણો
અનંતના લગ્નમાં રિલાયન્‍સના કર્મચારીઓને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને અનેક વાનગીઓ ભેટ રૂપે આપી : જાણો

રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે લગ્ન કરશે. રાધિકા અને અનંત મુંબઈમાં ભવ્‍ય લગ્ન સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પ્રસંગે આવનાર મહેમાનોના રહેવાની વ્‍યવસ્‍થા ૫ સ્‍ટાર હોટલોમાં કરવામાં આવી છે અને તેમને લક્‍ઝરી ગિફટ આપવામાં આવી રહી છે. આ સિવાય રિલાયન્‍સના કર્મચારીઓ પણ આ ખાસ અવસરની ઉજવણી કરી રહ્યા છે. તેને કંપની તરફથી ગિફટ બોક્‍સ આપવામાં આવ્‍યું છે.

અનંતના લગ્નમાં રિલાયન્‍સના કર્મચારીઓને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને અનેક વાનગીઓ ભેટ રૂપે આપી : જાણો અનંત

રિલાયન્‍સના ઘણા કર્મચારીઓએ આજે થવા જઈ રહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્‍ટના લગ્ન માટે તેમને મળેલા ગિફટ બોક્‍સની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. લાલ ગિફટ બોક્‍સ પર ગોલ્‍ડન કલરમાં લખેલું છે, ‘દેવી-દેવતાઓના આશીર્વાદથી અમે અનંત અને રાધિકાના લગ્નની ઉજવણી કરીએ છીએ. શુભેચ્‍છાઓ સાથે, નીતા અને મુકેશ અંબાણી.

અનંતના લગ્નમાં રિલાયન્‍સના કર્મચારીઓને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને અનેક વાનગીઓ ભેટ રૂપે આપી : જાણો અનંત

અનંતના લગ્ન પ્રસંગે અંબાણી પરિવારે આપેલા ગિફટ બોક્‍સમાં હલ્‍દીરામના નમકીનના ચાર પેકેટ, મીઠાઈનું એક બોક્‍સ અને એક ચાંદીનો સિક્કો હતો. નમકીનમાં હલ્‍દીરામની આલુ ભુજિયા સેવ અને હળવો ચિવડો હતો. અગાઉ નીતા અને મુકેશ અંબાણીએ પણ ૫૦ યુગલોના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. અંબાણી પરિવાર વતી આ યુગલોને તેમના લગ્ન પ્રસંગે ૧ લાખ રૂપિયાનો ચેક, સોના-ચાંદીના દાગીના, રાશન અને ઘરવખરીનો સામાન આપવામાં આવ્‍યો હતો.

અનંતના લગ્નમાં રિલાયન્‍સના કર્મચારીઓને ચાંદીનો સિક્કો, મીઠાઈઓ અને અનેક વાનગીઓ ભેટ રૂપે આપી : જાણો અનંત

અગાઉ, ઘણા મહેમાનોએ તેમને લગ્ન માટે મળેલા અદ્‌ભૂ આમંત્રણ કાર્ડની તસવીરો શેર કરી હતી. ૧૨ જુલાઈએ લગ્ન બાદ ૧૫ જુલાઈએ રિસેપ્‍શન છે. મહેમાનોને આમંત્રણ સાથે ચાંદીનું ‘ટ્રાવેલિંગ ટેમ્‍પલ’, એક પશ્‍મિના શાલ અને વધુ મળ્‍યું. અનંત અને રાધિકા મર્ચન્‍ટના લગ્નનો ઉત્‍સાહ માર્ચથી જ શરૂ થઈ ગયો હતો. સૌ પ્રથમ જામનગરમાં રિલાયન્‍સની વૈભવી એસ્‍ટેટમાં ત્રણ દિવસીય ધમાકેદાર કાર્યક્રમ થયો હતો. ખાસ વિમાન દ્વારા મહેમાનોને ત્‍યાં લાવવામાં આવ્‍યા હતા. જામનગરમાં યોજાયેલા કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રિહાનાનો ખાનગી સંગીત કાર્યક્રમ હતો. બીજા દિવસે દિલજીત દોસાંઝનો અદ્‌ભૂત કાર્યક્રમ યોજાયો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here