મમતા બેનરજીએ ચૂંટણી સભામાં કહૃાુ હતુ કે, ભાજપ સૌથી મોટો દગાબાજ પક્ષ છે (14)

MAMTA-BENERJI-બેનરજી
MAMTA-BENERJI-બેનરજી

Subscribe Saurashtra Kranti here.

મમતા બેનરજીનો મોટો આરોપ: મોદી સરકારે બંગાળને કોરોના રસી નથી આપી

પશ્ર્ચિમ બંગાળમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં ભાજપ અને મમતા બેનરજીની પાર્ટી ટીએમસી વચ્ચે આરપારનો જંગ છે.આજે ફરી એક વખત મમતા બેનરજીએ કેન્દ્ર સરકાર પર ચોંકાવનારો આરોપ મુક્યો હતો.

મમતા બેનર્જીએ કહૃાુ હતુ કે, બંગાળને કેન્દ્ર સરકાર કોરોના વેક્સીન પૂરી પાડી રહી નથી. ઉલ્લેખનીય છે કે, આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે પીએમ મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી રહૃાા છે અને તેમાં મમતા બેનરજી ગેરહાજર છે.

મમતા બેનર્જીએ ચૂંટણી સભામાં કહૃાુ હતુ કે, ભાજપ સૌથી મોટો દગાબાજ પક્ષ છે.જે દેશને બરબાદ કરી રહૃાો છે.મેં કેન્દ્ર સરકાર પાસે કોરોનાની રસી માંગી હતી પણ રસી આપવામાં આવી નથી .એક તરફ કોરોના કેસ વધી રહૃાા છે અને બીજી તરફ સરકાર અમને મફત વેક્સીન પણ આપી રહી નથી.

Read About Weather here

તેમણે કહૃાુ હતુ કે, અમે લાંબા સમયથી કહી રહૃાા છે કે તમામને મફત રસી આપવામાં આવશે, પીએમ મોદીએ બિહારની જનતાને મફત રસી આપવાનો વાયદો કર્યો હતો.શું ત્યાંના લોકોને આ રસી મળી છે ખરી ?

મમતા બેનર્જીએ કહૃાુ હતુ કે, ભાજપના નેતાઓ દલિતોની ઘરે જમવા માટે જાય છે અને ત્યાં હોટલનુ ભોજન મંગાવીને ખાય છે.આ ગરીબોનુ અપમાન છે.ભાજપને અહીંની મહિલાઓ પાઠ ભણાવશે.પીએમ મોદી બંગાળી સ્ક્રિપ્ટ વાંચી જાય છે અને બંગાળી બોલવાનો પ્રયત્ન કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here