રાજકોટમાં એક રાતમાં છ દુકાનોના તાળાં તોડી ચોરીનો પ્રયાસ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે ફરી એક વખત ચોરીની ઘટના સામે આવી છે. જેના કારણે ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યાની ઘટના સામે આવી છે. તસ્કરોએ એક જ રાત્રિમાં એક-બે નહીં પરંતુ છ જેટલી દુકાનોના શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થવા પામી છે.

ગોંડલના દેરડીકુંભાજી ગામે આવેલી હોટલ સોમનાથ, ખોડીયાર ઓટો ઇલેક્ટ્રિક, જલારામ ઓટો કન્સલ્ટ, ધનલક્ષ્મી લેમિનેશન ડોર, ઉમા મોટર રિવાઈન્ડિંગ, કુળદેવી રોલિંગ શટર નામની દૃુકાનોના તસ્કરોએ શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા ચાર જેટલા તસ્કરો કયા પ્રકારે ચોરી તેમજ ચોરીના પ્રયાસની ઘટનાને અંજામ આપે છે તે જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં જોઇ શકાય છે કે ’ભૂખ્યા’ તસ્કરોએ દૃુકાનમાંથી નમકીન પણ ચોરવાનું છોડ્યું નથી. સમગ્ર મામલાની જાણ ગોંડલ તાલુકા પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.

હાલ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. કઈ દૃૂકાનમાંથી કેટલા રૂપિયા સહિતની મત્તાની ચોરી થવા પામી છે તે અંગે દૃુકાન માલિકોના નિવેદન પણ નોંધવામાં આવી રહૃાા છે.

એક જ રાતમાં છ જેટલી દૃુકાનના શટર તૂટતા ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી પર પણ શંકા ઉઠી છે. તસ્કરોએ પોલીસની નાઇટ પેટ્રોલિંગના દાવાઓ પોકળ સાબિત કરી દીધા છે. હવે તસ્કરો કેટલા દિવસોમાં ઝડપાઈ જાય છે તે જોવું રહૃાું. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ દેરડીકુંભાજી ગામે ચોરીના અનેક પ્રયાસો થઈ ચુક્યા છે.