રાજદ પૂર્વ નેતાની હત્યા મુદ્દે તેજપ્રતાપ સહિત ૬ વિરુદ્ધ ફરિયાદ દાખલ

બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે. એક તરફ ઉમેદૃવારો જાહેર કરવાની તાલાવેલી સર્જાઈ છે ત્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજપ્રતાપ યાદવ પર પૂર્ણિયામાં પૂર્વ આરજેડી નેતા શક્તિ મલિકની હત્યાના આરોપ લાગ્યા છે. તેજસ્વી, તેજપ્રતાપ યાદવ અને અનિલ કુમાર સાધુ સહિત ૬ લોકો સામે હત્યાની ફરિયાદૃ નોંધાઈ છે.

બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજદને મોટો ઝટકો લાગ્યો છે. નકાબધારી શખ્સોએ ઘરમાં ઘુસીને શક્તિ મલિક પર ફાયરીંગ કર્યું હતું. તે સમયે તેમના ઘરમાં બાળકો અને પત્ની સહિત ડ્રાઈવર હતો. શક્તિ મલિકને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમઓ મૃત જાહેર કર્યા હતા.

મૃતકની પત્નીએ તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ તેમજ અનિલ કુમાર સાધુ પાસવાન, કાલો પાસવાન સહિત ૬ વિરૂદ્ધ હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે.

શક્તિ મલિકે અગાઉ તેજસ્વી યાદવ પર ગંભીર આરોપ લગાવતા કહૃાું હતું કે રાનીગંજ વિધાનસભાથી ચૂંટણી લડવા માટે તેજસ્વીએ તેમની પાસે ૫૦ લાખ રૂપિયા માંગ્યા હતા.