સુરતમાં રસી લીધા બાદ પણ પાલિકાના ૩ ઈજનેરો થયા કોરોના સંક્રમિત

સુરતમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહૃાો છે. જેમાં ગત ૨૪ કલાકમાં કોરોનાએ સદી કરી છે. ગત ૨૪ કલાકમાં ૧૦૦ કેસ પોઝીટીવ નોંધાયા છે. સુરતમાં પાલિકાના ૩ ઇજનેરોએ કોરોનાની વેક્સીન લીધા બાદ કોરોનાનો ચેપ લાગતા આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યા છે. હવે શહેરના હાલમાં અઠવા-રાંદેરમાં કેસ વધતાં ત્યાં માઇક્રો કન્ટેઇનમેન્ટ સાથે ક્લસ્ટર કરવાની કામગીરી શરુ કરાઈ છે. હવે બહારગામથી આવતા લોકો અને શાળાઓ કોરોનાનાં સુપર સ્પ્રેન્ડર બની રહૃાા છે. જેને લઈને સુરત સિટીમાં કોરોનામાં આજે વધુ ૯૦ અને ગ્રામ્યમાં ૧૦ મળી કુલ ૧૦૦ દર્દી નોંધાયા છે.

જેની સાથે સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક ૫૪૬૬૪ પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક ૧૧૩૭ પર સ્થિર છે. ગતરોજ શહેરમાંથી ૮૪ અને જિલ્લામાંથી ૧૦ મળી કુલ ૯૪ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં ૫૨૮૦૫ દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે.