આઈશાઓ જ્યાં સુધી કુવો-નદી પુરતી રહે ત્યાં સુધી ઉજવણી અર્થહીન, દંભી

રાષ્ટ્રીય સ્તરે મહિલાઓનો પુરુષ સમોવડી બનવાનો પ્રયાસ કેટલો સફળ ?

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી પર વિચારવલોણું

હજુ રૂઢીવાદ પરંપરાઓ, જૂની પુરાની માન્યતાઓ અને અંધશ્રધ્ધા મહિલા વિકાસના માર્ગમાં બનતા કંટક: સ્કૂલ ડ્રોપ આઉટની ટકાવારી ચિંતાજનક

મધ્યવર્ગ અને ગરીબ સામાન્ય વર્ગોમાં ઘર કરી ગયેલી સદી જૂની માન્યતાઓ દૂર કરવા લોક ઝૂંબેશ જરૂરી.

શમાં એક વર્ગની મહિલાઓ ઘણી પ્રગતી કરી રહેલ છે પણ હજુ મહિલા અધિકારો અને સુરક્ષાના મામલે દેશનો રેકોર્ડ કંગાળ

દેશની મહિલાઓ આર્મી,નેવીમાં પાયલોટ બની ઉડાન ભરે છે. પણ એવી પ્રગતીશીલ મહિલાઓની ટકાવારી કેટલી? મહિલાઓને ઉડવા માટે મુક્ત આકાશ આપો, રૂઢીગત માન્યતાઓની સાંકળોથી આઝાદ કરો

આજે વિશ્ર્વની સાથેસાથે ભારતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જોશભેર અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જાતજાતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને વીઆઈપી વક્તાઓ નારી ગૌરવ તથા મહિલા ઉત્કર્ષની ગુલબાન સાથેના પ્રવચનો કર્તા ટીવી પર નરજે પડી રહ્યા છે. મહિલા સંસ્થાઓ દ્વારા ઠેરઠેર ભવ્ય કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ત્યાર તે ઉજવણીના ઉલ્માદ વચ્ચે આજના દિવસે આવો સવાલ પોતાની જાતને પૂછવો જરૂરી બન્યો છે કે, આપણા જેવા અતિરૂઢીવાદી અને પરંપરાઓની જટિલ ગલી ગુચીઓમાં ફસાયેલા ભારત જેવા દેશમાં શું ખરેખર મહિલાઓને આપણે ઉંચી ઉડાન માટેનું મોકળું અને મુક્ત આકાશ પ્રદાન કરી શક્યા છીએ ? આ સવાલનો જવાબ આપવો અઘરો છે પણ એટલો મુશ્કેલ પણ નથી. ખુદ સરકાર દ્વારા અવારનવાર જાહેર કરતા સરકારી આકડા કંઈક જુદું ખોફનાક ચિત્ર રજુ કરે છે. ખોફનાક એટલા કહેવું પડે છે કે જે દેશમાં સ્ત્રીને શક્તિ અને દેવી તરીકે પૂજતા હોવાનો દાવો કરનારા આ સમાજમાં એવા કેટલાય ખૂણા છે કે જ્યાં સન્માન તો બાજુએ રહ્યું પણ પાયાના મૂળભૂત અધિકારોથી પણ વંચિત રાખવામાં આવે છે. દેશના કેટલાય વિસ્તારો અને રાજ્યો એવા છે જ્યાં સુરજ નમી ગયા પછી મહિલાઓને માટે ઘરની બહાર નીકળવાનું પણ અશક્ય બની રહે છે. તેની અસુરક્ષાની કલ્પના કરી શકાય છે. ફેમીનિસ્ટ સંગઠનો મોટામોટા દાવો ભલે કરતા હોય અને મહિલા પુરુષઓના વર્ગમાં પણ સફળતાઓ મેળવી રહેલ હોવાના આત્મસંતોષનો ઓડકાર ભલે ખાતા હોય પણ વાસ્તવિકતા સાથે તેનો કોઈ મેળ ખાતો નથી. મહિલાઓ આરમીમાં જતી હોય કે નેવીમાં કે પછી પાયલોટ બનીને ઉંચી ઉડાન ભરતી હોય વાસ્તવિકતાએ છે કે આ દેશમાં દિવસે દિવસે મહિલાઓ પરના અત્યાચારો અને દમનમાં એકધારો વધારો થઇ રહ્યો છે. મહિલાઓ અને ખાસ કરીને ગ્રામ્ય આદિવાસી તથા પછાત વિસ્તારની મહિલાઓ વધુને વધુ અસલામત બની રહી છે. મહિલા રક્ષા માટે છાશવારે નવાનવા કડક કાયદા બનતા રહે છે પણ પરંપરાવાદી સમાજમાં બનતા સ્ત્રી વિરોધી અપરાધોની ઘટનાઓ પર લગામ મૂકી શકાતી નથી. આપણે ધણી વખત મહિલા આગેવાનો અને કાર્યકરોના મુખેથી આવું સાંભળતા રહીએ છીએ કે ભારતની મહિલાઓ ખુબ ઝડપથી પુરુષ સમોવડી બની રહી છે. તેમના વિધાનને આપણે જડમૂળથી નકારતા નથી પણ તેમને કરેલા વિધાનોમાં સૌ ટકા સચાઈ બિલકુલ નથી. મીડિયા નહી સરકારે જાહેર કરેલા આંકડા બતાવે છે કે મહિલાઓ સામેના અપરાધોમાં બે મુખ્ય પ્રકારના અપરાધો સૌથી વધુ સંખ્યામાં આચરવામાં આવતા હોય છે. એક દહેજ પ્રેરિત પ્રતાડના અને બીજું દુષ્કર્મ આધુનિક ભારતના લલાટ કપાળ પરથી આ કલંક ભુસાવાનું નામ લઇ રહ્યું નથી. આપણે અવારનવાર એવો દાવો કરીને મન મનાવી લેતા હોય એ છીએ કે મહિલાઓ પુરુષોના અધિકારવાળા ક્ષેત્રમાં જઈને પણ પ્રગતી કરી રહી છે અને પુરુષોના વર્ચસ્વને પડકાર આપી રહી છે. કેટકેટલી હદે આ વાત સાચી માની લઈએ તો પણ જે આંકડા છે તેને કઈ રીતે રદીઓ આપી શકાય ? જે રાજ્ય સૌથી સલામત ગણાય છે એવા ગુજરાતમાં દરરોજ સરેરાશ દુષ્કર્મની 4 ઘટનાઓ બને છે એ શું સૂચવે છે ? તેનો સીધો અર્થ એ થયો કે જો ગુજરાત જેવા પ્રમાણમાં મહિલાઓ માટે સલામત ગણાતા રાજ્યમાં પણ મહિલા વિરોધી અપરાધોની ટકાવારી આટલી હદે વધતી હોય તો અન્ય રાજ્યોમાં સ્ત્રીની શું હાલત થતી હશે તેની કલ્પના પણ ચોકાવી દેનારી છે.સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણા બધા પછાત અને આદિવાસી વિસ્તારો એવા છે જ્યાં દીકરીઓને સ્કૂલના ખંડમાં મોકલવાને બદલે ખેતરે કે કારખાને મશીનો સાથે જોતરી દેવાનું વધુ પસંદ કરવામાં આવે છે. સ્કૂલ ડ્રોપ આઉટ કરી જતા બાળકોની જે સંખ્યા જાહેર થાય છે તેમાં મોટાભાગની સંખ્યા ક્ધયાઓની હોય છે. ક્ધયા શિક્ષણ મફત કરવાથી માંડીને ફી માફી અને શ્કોલ્રશીપ જેવા અનેક ક્ધયાલક્ષી પગલા લેવાતા રહે છે ક્ધયાઓને વધુ ભણાવીનેર શું કરવું છે તેવી રૂઢિગત માન્યતાની સાંકળો માંથી હજારો પરિવારો બહાર આવી શક્ય નથી. જેના પરિણામે શાળા ઓમાં બાળકો અને ખાસ ક્રોઈને ક્ધયાઓની સંખ્યા એટલી હદે ઘટી જાય છે કે સરકારને અલગ અલગ શાળાઓ મર્જ કરવાની ફરજ પડી રહી છે. સરકારના ભારેભરખમ પ્રયાસો છતાં પછાત અને નબળા વર્ગના પરિવારોની સંકુચિત માન્યતાઓ પર લગામ મૂકી શકાઈ નથી. હજુ ગામે ગામ તમને અંધશ્રધ્ધા અને રૂઢીવાદી જીવન શૈલીના દર્શન થતા રહે છે. આટલું આધુનીકરણ થયા છતાં લાખો પરિવારો હજુ પછતા પણાની માનસિકતામાં ઊંડે સુધી ડૂબેલા છે. દહેજનું દુષણ હજુ નારીને એટલું જ પ્રતાડીત કરી રહ્યું છે જેટલું સૌ વર્ષ અગાઉ જેવા મળતું હતું. હજુ થોડા દિવસ પહેલા જ સમૃદ્ધ અને પ્રગતીશીલ કહેવાય એવા ગુજરાતમાં દહેજ ના ત્રાસને કારણે એક દીકરીએ વિકસિત મહાનગરના વિકાસના પ્રતિક જેવા પુલ પરથી સાબરમતી નદીમાં મોતની છલાંગ મારી દીધી હતી. જેના કારણે તેના પડઘા હજુ ક્ષમી રહ્યા નથી અને સામાજિક સ્તરે એવા સવાલો પુછાય રહ્યા છે કે જ્યાં સુધી આઈશાઓ કુવા પુરતી રહેશે અને નદીઓને સ્મશાન કે કબ્રસ્તાન બનાવતી રહેશ. ત્યાં સુધી મહિલાઓને સુરક્ષિત ગણાવવાનો આપણે અધિકાર મળતો નથી. મહિલાઓને ખરા અર્થમાં આઝાદી આપવી હોય તો રૂઢીચુસ્ત અને જડ માન્યતાઓની ધુરસીમાંથી પહેલા આપણે એટલે કે પુરુષ પ્રધાન સમાજે આઝાદ થવું પડશે તો આપણે આવા મહિલા દિવસની ઉજવણી ને ખરાઅર્થમાં સાર્થક બનાવી શકશું. કાયદાઓ બદલવાની નહી પણ જડ અને સદી પુરાણી માન્યતાઓ અને રીત રીવાજોને બદલવાની પહેલા જરૂર છે. નહિતર આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓ કુવા પુરતી રહેશે અને નદીઓમાં ખાબકતી રહેશે.સ્ત્રી સમાનતા અને અધિકારોના વાયદાઓને વાસ્તવિકતામાં બદલવાની આજના સમયની તાંતી જરૂરિયાત છે. ત્યાં સુધીમાં આપણે આપણી જાતને આધુનિક અને સુસંસ્કૃત ગણવાનો કોઈ અધિકાર ધરાવતા નથી. આપણે ખરાઅર્થમાં વિકસિત અને સમૃદ્ધ બનવું હોય તો આપણી મહિલાઓને ઉચી ઉડાન માટે મુક્ત આકાશ આપવાની જરૂર છે. જૂની અને રદી માન્યતાઓની સાંકળોથી આજની મહિલાને અને ખાસ કરીને યુવાનીમાં કદમ માંડતી ક્ધયાઓને મુક્તિની અનુભીતી કરાવવી પડશે તો જ આપણો સમાજ વાસ્તવમાં મુક્ત અને આઝાદ બની શકશે.