હાઇકમાન્ડ શંકરિંસહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે: ભરતિંસહ સોલંકી

ગુજરાત કોંગ્રેસમાં સારા નૈતૃત્વની રાહ જોવાઈ રહી છે એવામાં શંકરિંસહ વાઘેલા કોંગ્રેસમાં ફરીથી જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ગુજરાત કોંગ્રેસના હાલ અત્યાર બૂરા છે. કારણ કે, વિધાનસભામાં પણ ધારાસભ્યોના પક્ષ પલટાને કારણે સંખ્યાબળ ઓછુ થઈ ગયુ છે એવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રકાસ વળી ગયો છે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે.

અને વિપક્ષના નેતાના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યુ છે. શંકરિંસહ વાઘેલાના કોંગ્રેસમાં આવવા અંગે ભરતિંસહનું નિવેદન સામે આવ્યુ છે. જેમાં ભરતિંસહ સોલંકીએ જણાવ્યું હતુ કે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારીશું. જે આવશે તેનું સ્વાગત કરીશું. અને હાઇકમાન્ડ શંકરિંસહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે. જો હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરિંસહને આવકારીશું. અને હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે.

મહત્વનું છે કે ૨૦૧૫ની ચૂંટણીમાં ૩૧માંથી ૨૩ જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. ૩૧માંથી માત્ર ૮ જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. ૨૩૧ તાલુકા પંચાયતમાંથી ૧૪૬ કોંગ્રેસ અને ૮૫માં ભાજપને જીત મળી હતી. ૫૧ નગરપાલિકામાંથી ભાજપને ૩૭ અને કોંગ્રેસનો ૧૪માં વિજય થયો હતો.