સુરતના વરાછામાં અસામાજિક તત્વો બેફામ: આઘેડને જાહેરમાં માર માર્યો

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સુરતમાં કેટલાક અસામાજીક તત્તવો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. હજુ તો આ ઘટનાની શાહી નથી સૂકાઈ ત્યાં ફરી એક આધેડને જાહેરમાં માર મારવાનો વીડિયો વાઇરલ થયો છે

હજુ ગઈકાલે જ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી દેશના રહેવા લાયક શહેરોની યાદીમાં પાંચમો ક્રમ મેળવનારૂં સુરત ગુનાહિત કૃત્યો માટે પંકાતું જતું હોય તેવું લાગી રહૃાું છે.

અહીંયા આયે દીન હત્યા, હત્યાના પ્રયાસો અને મારામારીના બેફામ બનાવો નોધાઈ રહૃાા છે. ઘટનાના વીડિયો વાયરલ થઈ રહૃાા છે. દરમિયાન વરાછા વિસ્તારમાં વધુ એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં વરાછાના વિસ્તારના સપન સોસાયટી નજીક સાંજના સમયે લોકો મોટી સંખ્યમાં પસાર થઈ રહૃાા હતા.

કેટલાક અસામાજિક તત્વો અહીંયા એક આધેડને જાહેરમાં માર મારતા હતા. જોકે પાંચથી છ જણાએ આ આધેડ ને જાહેરમાં છૂટાહાથની મારમારી કરતા જોવા મળ્યા હતા. હત જોકે એક જાગૃત નાગરિકે આ વીડિયો પોતાના મોબાઈલ માં કેદ કરી સોશયિલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.