સુરતની જેલમાંથી પેરોલ પર છૂટી ફરાર આરોપી ઝડપાયો

સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઇસમને પોલીસે લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો. જોકે આરોપી ચાર મહિના પહેલા પેરોલ પર છૂટ્યા બાદ ભાગી છૂટ્યો હતો. જોકે આરોપી પોતાનો વેશ બદલીને રાજેસ્થાનના અજમેર ખાતે રહેતો હતો. પોલીસે આ ઇસમે ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. સુરતમાં છેલ્લા કેટલ સમયથી ગુનામાં સંડોવાયેલા હોય તેવા અને ખાસ કરીને ગુનો આચાર્યા બાદ પોલીસ પકડથી દૃૂર હોય તેવા ઇસમોને પકડી પાડવા માટે સતત પોલીસ ને બાતમીદારોના નેટવર્કને સદ્ઘર કરવા માટેની સૂચના આપ્યા બાદ સતત આરોપી પકડી પડવાની કામગીરી સુરત પોલીસ કરી રહી છે.
ત્યારે ડીંડોલી વિસ્તારમાં અનેક ગુનામાં સંડોવયેલા અને માથા ભારે ઇસમની છાપ ધરાવતો પ્રવીણ ઉર્ફે આંબો કોળીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. જોકે આરોપી દ્વારા આજથી ચાર મહિના પહેલા જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યો હતો. જોકે ખૂન લૂંટ અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપી પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં હાજાર થવાની જગ્યા પર ભાગી છૂટ્યા હતા.

પોલીસ પકડમાં ન આવે તે માટે પ્રવિણ વેશ બદલીને રહેતો હતો. જોકે આ ઈસમ વેશ બદલીને રાજસ્થાનના અજમરે ખાતે રહેતો હોવાની વિગત પોલીસને મળતા પોલીસે એક ટીમ બનાવી આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. એક વખત આરોપી બદલતા વેશને લઇને તેને ઓળખી શકી ન હતી જોકે, ડીંડોલી પોલીસે આરોપી ફરી જેલમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. જોજે આવ અનેક આરોપી હજુ પણ પોલીસ પકડથી હજુ પણ દૃૂર છે ત્યારે આવા આરોપીને સુરત પોલીસ પકડીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છેત્યારે આગામી દિવસ અનેક આરોપી પોલોસ પકડવા ખાસ ટિમ બનાવી છે.