પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વેક્સિનનો બીજો ડોઝ

રાજકોટવાસીઓને અનુરોધ: તમે પણ વેક્સિન જરૂરથી લેજો: પોલીસ કમિશનર

રાજકોટમાં હાલ કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનો હોંશે હોંશે કોરોના વેક્સિન મૂકાવી રહ્યાં છે. યુવાનોને પાછળ રાખી તે પ્રકારે સિનિયર સિટીઝનો રસી મૂકાવા માટે ઉમટી રહ્યાં છે. રાજકોટ મનપા દ્વારા ઝોનલ ઓફિસે સિનિયર સિટીઝનો કોરોના વેક્સિન મૂકાવા માટે ઉમટી પડ્યા છે. બીજી તરફ એક તબીબને પ્રથમ ડોઝમાં નોંધપાત્રા એન્ટીબોડી આવ્યાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોનાનો ત્રીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. ત્યારે આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, લોકો આગળ આવે અને કોરોનાની વેક્સિન મુકાવે. વેક્સિન સુરક્ષિત છે તેથી લોકો પોતાના મનમાં કોઈ પણ જાતનો ડર ન રાખે એટલે રાજકોટવાસીઓને વિનંતી છે કે તમે પણ વેક્સિન જરૂરથી લેજો.