આવતીકાલથી રેસકોર્ષમાં માત્ર મહિલા કલાકારોનું ચિત્ર-ફોટોગ્રાફી એક્ઝિબિશન

મહિલા દિનની ઉજવણી અંતર્ગત

ટ્રીપલ એ ફાઉન્ડેશન અને પોઝિટિવ રિવોલ્યુશન ટ્રસ્ટ દ્વારા ત્રિ-દિવસીય એકિઝબીશનનું આયોજન

આઠમી માર્ચ મહિલા દિન નિમિતે ટ્રિપલ એ ફોઉન્ડેશન અને પોઝિટિવ રિવોલ્યુશન ટ્રસ્ટ દ્વારા ફક્ત મહિલા કલાકારો દ્વારા ચિત્રો અને ફોટોગ્રાફીનું એક્ઝિબિશન આવતીકાલથી 8 માર્ચ ત્રણ દિવસ શ્યામાં પ્રસાદ આર્ટ ગેલેરી, રેસકોર્ષ, રાજકોટ ખાતે યોજાશે, સવારે 8 થી રાત્રે 8 સુધી રહેશે. આ એકિઝબિશનમાં અલગ અલગ શહેરોમાંથી 80 થી વધુ મહિલાઓ ભાગ લેશે. આ પ્રદર્શનમાં રાજકોટ, ભાવનગર, અમદાવાદ, અમરેલી, પોરબંદર, ગાંધીનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, પુના, વલસાડ, મોરબી, હિંમતનગર, સુરત, ઇન્દોર વગેરે શહેરના મહિલા આર્ટીસ્ટો ભાગ લેશે. 150 થી વધારે ચિત્રોનું મેગા પ્રદર્શન આવતીકાલે સવારે ખુલ્લું મુકાશે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા મહિલા દિનને અનુલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.મહિલા કલાકારોને પ્રેરણા આપવા માટે ખાસ જાહેર જનતાને આ એક્ઝિબિશનનો લાભ લેવા આમંત્રણ છે.
આ એક્ઝિબિશનનું ઉધ્ધાટન આવતીકાલે સવારે 11 વાગ્યે મહિલા મહાનુભાવો દ્વારા કરવામાં આવશે. જેમાં રીવાબા રવીન્દ્રસિંહ જાડેજા (કરણી સેના), રેખાબા ઝાલા (વડોદરા) વોર્ડ 16 મહિલા મોરચા પ્રમુખ, બીનાબેન આચાર્ય (મંત્રી , ગુજરાત પ્રદેશ ભાજપ), ભાનુબેન બાબરીયા, (કોર્પોરેટર વોર્ડ નં.1),વંદનાબેન નીતિનભાઈ ભારદ્વાજ (સમાજ અગ્રણી), બીનાબેન કમલેશભાઈ મીરાની (સમાજ અગ્રણી) થી કાશમીરાબેન નાથવાની (મહિલા ભાજપ અગ્રણી, દીકરી નેહાબેન નેહલભાઈ શુક્લ, (ટ્રસ્ટી એચ.એન.શુક્લ ગ્રુપ ઓફ કોલેજિસ), સુમીતાબેન રાજેશભાઈ ચાવડા (ભાજપ ગ્રામ્ય), ધારાબેન અમિતભાઇ માણેક (પ્લે-બેક સિંગર) ઉપસ્થિત રહેશે.

ટ્રિપલ એ ફોઉન્ડેશન અને પોઝિટિવ રિવોલ્યુશન ટ્રસ્ટ દ્વારા ફક્ત મહિલાઓ માટે કરવામાં આવી રહ્યું છે . આ કાર્યક્રમના સમગ્ર આયોજન માટે ધારા બેન માણેક, અમિત માણેક, અજય જાડેજા, અજય ચૌહાણ અને અશોક પટેલ જહેમત ઉઠાવી રહ્યા છે.