બાર્બાડોસ વડાપ્રધાને મોદીના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી…!

દૃુનિયાભરના દેશોને કોરોનાને વેક્સીન મૈત્રી અભિયાન અંતર્ગત લાખો ડોઝ મફતમાં આપ્યા બાદ જ પોતે કોરોનાની રસી લગાવવા બદલ પીએમ મોદીની દુનિયાભરમાં ભારોભાર પ્રસંશા થઈ રહી છે. કેરેબિયન દેશ બાર્બાડોસની પ્રધાનમંત્રી મિઆ અમોર મોટલેએ તો પીએમ મોદીની ઉદારતા પર આફરીન થઈ ગયા છે. તેમને જાતે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી મોદીના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી છે.

પીએમ મોટલોએ લખ્યું હતું કે  પીએમ મોદીએ પોતે વેક્સીન લેતા પહેલા બારબાડોસના ૪૦ હજાર લોકો અને દૃુનિયાના લાખો લોકો માટે એ સુનિશ્ર્ચિત કર્યું કે તેઓ વેક્સીન મૈત્રી દ્વારા કોરોનાની રસી લે. આ ખરેખર પીએમ મોદીની ઉદારતાના વાસ્તવિક દર્શન છે. ખુબ ખુબ આભાર અને હું તમારા તંદૃુરસ્ત સ્વાસ્થ્યની પ્રર્થના કરૂ છું.
પીએમ મોદીએ ગત સોમવારે રાજધાની દિલ્હીના છૈૈંંસ્જીમાં કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો. તેઓ વહેલી સવારે હોસ્પિટલ પહોંચ્યા હતાં અને કોરોનાની રસી લગાવડાવી હતી.

વેક્સીન લીધા બાદ પીએમ મોદીએ તમામ લોકોને ભારતને કોરોના મુક્ત બનાવવાના અભિયાનમાં સાથ આપવાની અપીલ કરી હતી.