જમ્મુ-કાશ્મીરમાં ૧૦,૦૦૦ રોહિંગયાઓને મ્યાનમાર મોકલવાની તૈયારીમાં સરકાર

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

રોહિંગયાઓ પાસેથી ગેરકાયદૃેસર દૃસ્તાવેજો પણ મળ્યા

જમ્મુ કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે રહેતા આશરે ૧૦,૦૦૦ રોહિંગયાઓને પાછા મ્યાનમાર મોકલવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. ગૃહ મંત્રાલયના નિર્દેશના આધારે જમ્મુ-કાશ્મીરમાં રહેતા રોહિંગયાઓની વિગતો એકઠી કરવામાં આવી રહી છે અને તમામ જિલ્લામાં ચકાસણી થઈ રહી છે. ગેરકાયદેસર રીતે રહેતા તમામ રોહિંગયાઓને વિવિધ સ્થળોએથી ખસેડીને પાછા મોકલવામાં આવશે અથવા ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવશે. ઉપરાંત પ્રદેશમાં ડિટેન્શન સેન્ટર સ્થાપવાની કવાયત પણ આરંભી દેવાઈ છે.

સરકારી અહેવાલ પ્રમાણે પ્રદેશમાં ૬,૫૨૩ રોહિંગયાઓ રહે છે જેમાંથી ૬,૪૬૧ જમ્મુમાં જ્યારે ૬૨ કાશ્મીરમાં રહે છે. ઉપરાંત તેઓ લદ્દાખમાં પણ કામચલાઉ ઘરો બનાવીને વસી રહૃાા છે. ૧૩,૬૦૦ વિદેશી નાગરિકો જેમાં રોહિંગયાઓ અને બાંગ્લાદેશીઓનો સમાવેશ થાય છે તે ત્યાં રહેતા હોવાનું માનવામાં આવે છે.

જમ્મુ કાશ્મીરમાં રહેતા રોહિંગયાઓ પાસેથી સ્ટેટ સબ્જેક્ટ, વોટર આઈકાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ પણ મળી આવ્યા છે. અનેક રોહિંગયાઓ તો વીજળીનું બિલ પણ ભરે છે. ૨૦૧૭માં એક રોહિંગયાઓ પાસેથી સ્ટેટ સબ્જેક્ટ, આધાર કાર્ડ મળ્યા બાદ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું. તે પરિવારના ૭ સદસ્યોના નામ પણ રેશન કાર્ડમાં નોંધાયેલા હતા. ઉપરાંત પરિવારના એક સદસ્ય પાસે ડ્રાઈિંવગ લાઈસન્સ પણ હતું.

રોહિંગયાઓ સામે અનેક ગુનાહિત કેસ પણ નોંધાયેલા છે. તેઓ પાકિસ્તાનની આઈએસઆઈ, આતંકવાદી સંગઠન આઈએસ અને અલગાવવાદી સંગઠનો સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાની પણ આશંકા છે.

સૈન્ય કેમ્પની આસપાસના વિસ્તારોમાં પણ રોહિંગયાઓની વસ્તી છે. સંસદમાં રોહિંગયાઓને ખસેડવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે. સૈદ્ધાંતિક સ્તરે સરકાર તેમને પાછા મોકલવાનો નિર્ણય કરી ચુકી છે. જો કે વ્યવહારિક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.