શહેરમાં બપોર દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો ઉચકાતાં આકરો તાપ

જામનગર શહેરમાં બપોર દરમિયાન લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાતાં આકરો તાપ

વહેલી સવારે ભેજનું પ્રમાણ 95 ટકા યથાવત રહેતા મિશ્ર ઋતુનો અનુભવ: પવન ઘટ્યો

જામનગર શહેર અને જિલ્લામાં હવે ઉનાળાનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. ગઈકાલે બપોરે તાપમાનનો પારો ઉપર ચડીને 33 ડિગ્રી થી પણ વધુ ઉપર ચાલ્યો ગયો હોવાથી આકાશમાંથી અગ્નિ વર્ષા થઇ હતી, અને બળબળતા તાપ નો અનુભવ થયો હતો. જો કે વહેલી સવારે ભેજનું પ્રમાણ 95 ટકા યથાવત રહેતા ઝાકળ વર્ષા ના કારણે સવારે ઠંડક અને બપોરે ગરમી સહિતની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.

જેની સાથે પવનની તીવ્રતામાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન પ્રતિ કલાકના 25 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. જામનગર શહેર અને જિલ્લામાં હવે ઠંડી ધીમે ધીમે વિદાય લઈ રહી હોય અને હું ઉનાળા નો આકરો તાપ વરસી રહ્યો હોય તેવું વાતાવરણ બનતું જાય છે. ગઈકાલે ગરમીનો પારો 33.5 ડીગ્રી સુધી ઉપર ચાલ્યો ગયો હતો. જેથી બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી અગ્નિ વર્ષા થઇ હતી. અને હવે ઠંડી વિદાય લઈ રહી હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. જોકે આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી આસપાસ જ રહ્યું હતું અને સાથે સાથે ભેજના કારણે માર્ગો ભીંજાયા હતા.જામનગર જિલ્લા કલેક્ટર કચેરીનાં ક્ધટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 95 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 25 કિ.મી.ની ઝડપે રહી હતી.