આંદોલન ઉગ્ર બનાવવા માટે ખેડૂતોએ લીધો મોટો નિર્ણય, ૬ માર્ચથી કરશે અમલ

કેન્દ્રના નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલન ચાલુ છે. આંદોલનને ગતિ આપવા માટે ખેડૂત યુનિયનો દ્વારા અલગ અલગ જગ્યાએ પંચાયતો થઈ રહી છે. ગાઝીપુર બોર્ડર પર ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતના નેતૃત્વમાં હજુ પણ ખેડૂતો જામેલા છે. બીજી બાજુ હવે આંદોલનની અસર ગામડાઓમાં પણ જોવા મળી રહી છે. યુપીમાં અનેક જગ્યાએ ખેડૂતો દૂધની આપૂર્તિ રોકવા અને ભાવ વધારવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ જ ક્રમમાં ૩ ગામમાં દૂધનો સપ્લાય રોકી દેવાયો છે.

ખેડૂત આંદોલન પ્રત્યે એકજૂથતા દર્શાવવા માટે અમરોહા જિલ્લાના ત્રણ ગામડાઓમાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતોએ સહકારી સમિતિઓને દૂધ આપવાનું બંધ કરી દીધુ છે. ડેરી ખેડૂતોએ એવી પણ જાહેરાત કરી છે કે ૬ માર્ચથી તેઓ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર દૂધ વેચશે. હાલમાં દૂધનો સપ્લાય ૩૦ રૂપિયે પ્રતિ લીટરના ભાવે થઈ રહૃાો છે.

રિપોર્ટ્સ મુજબ સોમવારે અમરોહા જિલ્લાના ત્રણ ગામ રસૂલપુર માફી, ચુચૈલા ખુર્દ અને શહજાદપુરના ડેરી ખેડૂતોએ સહકારી સમિતિઓને દૂધની આપૂર્તિ કરવાની ના પાડી દીધી. જેના કારણે સમિતિઓના ટેક્ર્સ ખાલી જ પાછા ફર્યા.

ભારતીય કિસાન યુનિયનના યુવા પ્રદેશ અધ્યક્ષ દિગંબર સિંહે કહૃાું કે, ’અમે ખેડૂતોને દૃૂધના વેચાણને રોકવા માટે ઉક્સાવ્યા નથી. કૃષિ કાયદાનો વિરોધ કરનારા કારણે ખેડૂતો પોતે જ આમ કરી રહૃાા છે. આંદોલન ફક્ત અમારા સુધી સિમિત નથી. તે ગ્રાઉન્ડ સ્તર સુધી પહોંચી ચૂકયું છે અને હવે તે અન્ય ખેડૂતો તથા આમ આદમીનું સમર્થન પણ મેળવી રહૃાું છે.’