આ વર્ષે કોરોના મહામારી સમાપ્ત નહીં થાય, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ: WHO

WHO-DISEASE-X
WHO-DISEASE-X

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કહૃાું હતું કે વિશ્ર્વને આ વર્ષમાં કોરોના મહામારીમાંથી છુટકારો મળશે નહીં. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના ઈમર્જન્સી ડાયરેક્ટર માઈકલ રેયાને સોમવારે ચેતવણી આપતાં કહૃાું હતું કે એ વિચારવું ખોટું છે કે આ વર્ષમાં કોરોના સામેની લડાઈમાં જીત મળી જશે, પરંતુ હોસ્પિટલમાં ભરતી થનારા દર્દીઓ અને મોતને ઓછાં કરીને આ મહામારીથી બહાર આવી શકાશે. તેમણે કહૃાું હતું કે ગત સપ્તાહમાં વિશ્ર્વભરમાં કોરોનાના કેસ વધ્યા છે. એના પરથી આપણે શીખવાની જરૂર છે.

બીજી તરફ, આફ્રિકાના દેશોમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે પશ્ર્ચિમ આફ્રિકી દેશ ઘાના અને કોટ-ડિવોયમાં લોકોને રસી આપવાની શરૂઆત થઈ ગઈ છે. ગત સપ્તાહમાં આ બન્ને દેશોમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ વેક્સિન પહોંચાડી છે. ઘાનાને ૨૪ ફેબ્રુઆરીએ ૬ લાખ વેક્સિનના ડોઝ અને એના બે દિવસ પછી કોટ-ડિવોયને ૫ લાખ ડોઝ મળ્યા હતા.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થા ચીફ ટ્રેડોસ ગેબ્રેસિએસે કહૃાું હતું કે ગત સપ્તાહે યુરોપ, અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોમાં કેસ વધ્યા છે. આવું ગત ૭ સપ્તાહમાં પ્રથમવાર બન્યું છે. આ ઘણું નિરાશાજનક છે. એનું મોટું કારણ ઘણા દેશોમાં છૂટછાટ અપાઈ છે. લોકો લાપરવાહી રાખી રહૃાા છે, જેનાથી કોરોના વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહૃાો છે.