23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે…

23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે...
23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે...

કેન્દ્રમાં એનડીએ સરકારની રચના બાદ બજેટ સત્રની જાહેરાત થઈ છે.આગામી 23 જુલાઈએ બજેટ રજુ થનાર છે. તે પૂર્વે વિવિધ અટકળો જોર પકડવા લાગી છે.આ વખતનું બજેટ સામાન્ય નહિં પણ ખાસ હશે અને આમ આદમીને રાહત આપવા પર ફોકસ કરતી જોગવાઈઓ રહેવાનું માનવામાં આવે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે. મોંઘવારીને રોકવા આર્થિક રફતારને જાળવવા તથા લોકસભા ચૂંટણીમાં નબળા દેખાવ બાદ આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય લાભ થાય તેવા પગલાઓ લેવાનો પડકાર હશે. નવી સરકારની રચનામાં પ્રથમ વર્ષે સામાન્ય રીતે લોકપ્રિય પગલાઓનું દબાણ રહેતુ નથી.

23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે… બજેટ

પરંતૂ લોકસભા ચૂંટણીમાં ઝટકા બાદ હવે આવતા મહિનાઓમાં મહારાષ્ટ્ર, હરીયાણા તથા ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી થવાની હોવાથી એનડીએ સરકાર માટે તે જરૂરી બની ગયુ છે અને એટલે આમ આદમીને રાહત આપતા પગલાઓ પર ધ્યાન ફોકસ કરી શકે છે.

23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે… બજેટ

અર્થતંત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સરકારના વચગાળાના બજેટમાં 11.11 લાખ કરોડ રૂપિયાના મૂડી ખર્ચનો ટારગેટ આપવામાં આવ્યો હતો. તેમાં કોઈ કાપ મુકયા વિના ચાલુ વર્ષની 4.9 થી 5 ટકાની રાજકોષિય ખાધનો ટારગેટ રાખી શકે છે. છેલ્લા વર્ષોમાં આ ખાધને અંકુશમાં રાખવામાં સફળતા મળી છે કારણ કે મહેસુલી આવકમાં વધારો થયો છે.

23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે… બજેટ

અર્થશાસ્ત્રીઓનાં કહેવા પ્રમાણે સામાન્ય રીતે નવી સરકાર પર લોકપ્રિય કદમ ઉઠાવવાનું દબાણ હોતું નથી.એનડીએ સરકાર છેલ્લા દસ વર્ષથી જે રાહ પર ચાલી રહી છે તેમાં જ આગળ વધી શકે છે. કારણ કે આર્થિક વિકાસની રફતાર જાળવી રાખવી પડે તેમ છે.ઉત્પાદન વધારવાનાં કદમ ઉઠાવાય શકે છે. ખર્ચ-ખરીદી-વપરાશ વધારવાની દિશામાં પગલા લેવાનું પડકારજનક બનશે.

23 જુલાઈ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામન સતત સાતમી વખત બજેટ રજુ કરશે… બજેટ

આ માટે નવી ટેકસ પદ્ધતિમાં બદલાવ શકય છે.જેનાંથી ખર્ચ કરવા લોકોના હાથમાં વધુ રકમ રહી શકે. સુત્રોના કહેવા પ્રમાણે સરકાર 65 લાખ રૂપિયા સુધીનાં મકાનોને એફોર્ડેબલ હાઉસીંગમાં સામેલ કરી શકે છે. આ સિવાય આયુષ્યમાન મનરેગા, માર્ગ મકાનની યોજનામાં વધુ ફાળવણી કરી શકે છે.કૃષિક્ષેત્ર માટે ખાસ જોગવાઈ શકય છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here