રાજકોટમાં વધુ એક ભ્રષ્ટાચારકાંડ! CGSTના અધિકારીને CBIનો સપાટો

રાજકોટમાં વધુ એક ભ્રષ્ટાચારકાંડ! CGSTના અધિકારીને CBIનો સપાટો
રાજકોટમાં વધુ એક ભ્રષ્ટાચારકાંડ! CGSTના અધિકારીને CBIનો સપાટો

રાજકોટમાં અગ્નિકાંડની દુર્ઘટના બાદ સરકારી વિભાગોની બેદરકારીના ખુલાસાની સાથોસાથ ભ્રષ્ટાચારના પટારા ખુલી રહ્યા છે ત્યારે આવા વધુ એક ચોંકાવનારા કિસ્સામાં લાંચ માગવાના કેસમાં સેન્ટ્રલ જીએસટીના એક સીનીયર અધિકારીને સીબીઆઇએ ઉઠાવી લેતા સનસનાટી મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં વધુ બે અધિકારીઓ ઝપટે ચડે તેવી આશંકા દર્શાવવામાં આવી રહી છે.આ ઘટનાને પગલે સીજીએસટી વિભાગમાં સોંપો પડી ગયો હતો.

રાજકોટમાં વધુ એક ભ્રષ્ટાચારકાંડ! CGSTના અધિકારીને CBIનો સપાટો રાજકોટ

માહિતગાર સુત્રોએ કહ્યું કે રાજકોટના રેસકોર્સ રીંગ રોડ પર આવેલી સીજીએસટી ઓફિસમાં આજે સવારે ઉઘડતી કચેરીએ જ સીબીઆઇ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો અને એક સીનીયર અધિકારીને ઉઠાવીને લઇ જવામાં આવ્યા હતાં.

એવી ચર્ચા છે કે સેન્ટ્રલ જીએસટીના સીનીયર અધિકારી દ્વારા કોઇપણ જાતના સમન્સ વિના રેડ કરવામાં આવી હતી અને ઘણા ગોટાળા-કરચોરી હોવાની ધાકધમકી આપીને ઘણી મોટી રકમની લાંચ માંગવામાં આવી હતી.

રાજકોટમાં વધુ એક ભ્રષ્ટાચારકાંડ! CGSTના અધિકારીને CBIનો સપાટો રાજકોટ

દોઢેક મહિના પૂર્વેના આ બનાવમાં જંગી લાંચની માગણીથી કંટાળીને વેપારી દ્વારા સીબીઆઇને ફરિયાદ કરવામાં આવી હતી. તેના આધારે વગેરે પુરાવારૂપે મોકલવામાં આવ્યા હતા. તેના આધારે ગઇ સાંજથી જ સીબીઆઇની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા હતા. ફરિયાદી વેપારીને રૂબરૂ મળ્યા બાદ આજે સવારે સીજીએસટી કચેરીએ કાફલો ત્રાટક્યો હતો અને સીનીયર અધિકારીને ઉઠાવી લેવામાં આવ્યા હતાં.સીબીઆઇનો કાફલો ત્રાટકતા અને સીનીયર અધિકારીને ઉઠાવી લેવાતા ઓફિસમાં સોંપો પડી ગયો હતો અને અનેકવિધ ચર્ચા થવા લાગી હતી.

રાજકોટમાં વધુ એક ભ્રષ્ટાચારકાંડ! CGSTના અધિકારીને CBIનો સપાટો રાજકોટ

એમ કહેવાય છે કે સીજીએસટીના ત્રણ અધિકારીઓની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ એકને ઉઠાવી લેવામાં આવ્યા હતા અન્ય બે અધિકારીઓ પણ નિશાન પર હોવાની ચર્ચા છે. આ કેસ ભ્રષ્ટાચારનો હોવાની સ્ટાફમાં ચર્ચા હતી. અધિકારીને સાથે રાખીને તેના નિવાસસ્થાને પણ સર્ચ કાર્યવાહીની તૈયારી કરવામાં આવ્યાનું મનાય છે.આ સમગ્ર ઘટના વિશે સીબીઆઇ દ્વારા કોઇ ફોડ પાડવામાં આવ્યો નથી. સેન્ટ્રલ જીએસટી કચેરીમાં સન્નાટો પ્રસરી ગયો હતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here