પ્રામાણિક ચોરની ચોરી :ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્રઃ લખ્‍યું- એક જ મહિનામાં આપી દઇશ

પ્રામાણિક ચોરની ચોરી :ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્રઃ લખ્‍યું- એક જ મહિનામાં આપી દઇશ
પ્રામાણિક ચોરની ચોરી :ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્રઃ લખ્‍યું- એક જ મહિનામાં આપી દઇશ

તાજેતરમાં જ તમિલનાડુમાં એક એવી ઘટના બની હતી કે જેણે સૌ કોઈને ચોંકાવી દીધા છે. વાત એમ છે કે અહીંના એક રિટાયર્ડ શિક્ષકના ઘરે ચોરી થઈ હતી, પણ મજાની વાત તો એ છે કે આ ચોરે એક જ મહિનામાં ચોરેલી વસ્‍તુઓ પરત કરવાનું વચન આપતો એક માફી પત્ર પણ મૂકીને ગયો હતો.

પ્રામાણિક ચોરની ચોરી :ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્રઃ લખ્‍યું- એક જ મહિનામાં આપી દઇશ ચોરી

તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારી ઘટના મેગનાપુરમના સથાનકુલમ રોડ પર થઈ હતી. આ ચોંકાવનારી ઘટના બની ત્‍યારે સેલ્‍વિન અને તેની પત્‍ની કે જેઓ બંને નિવૃત્ત શિક્ષકો છે. તેઓ ૧૭ જૂનના રોજ ચેન્નાઈમાં જ રહેતા તેમના પુત્રને મળવા ગયા હતા. આ જ બાબતનો લાભ ઉઠાવીને ચોરે તેમના ઘરમાં ચોરીને અંજામ આપવાનું નક્કી કર્યું હતું.

જયારે આ દંપતી ઘર લોક કરીને પોતાના પુત્રને મળવા ગયા ત્‍યારે તેઓએ ઘર સાફ કરવા માટે એક હેલ્‍પરને પણ રાખ્‍યો હતો. જયારે ૨૬ જૂને આ હેલ્‍પર ઘર સાફ કરવા માટે આવ્‍યો ત્‍યારે તેણે દરવાજો ખુલ્લો જોતાં જ જ આભા બનીને રહી ગયો હતો. અને તેને દાળમાં કાળું હોવાનો ખ્‍યાલ આવી ગયો હતો.

પ્રામાણિક ચોરની ચોરી :ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્રઃ લખ્‍યું- એક જ મહિનામાં આપી દઇશ ચોરી

દંપતિની ગેરહાજરીમાં થયેલ ચોરીમાં ચોર કુલ ૬૦,૦૦૦ની કિંમતના સોનાના દાગીના અને ચાંદીની પાયલ લઈને રફુચક્કર થઈ ગયા હતા. જયારે હેલ્‍પર દંપતીના ઘરે પહોંચ્‍યો ત્‍યારે તેને ખબર પડી કે ઘરમાંથી ૬૦,૦૦૦ રૂપિયા, ૧૨ ગ્રામ સોનાના દાગીના અને ચાંદીની પાયલની ચોરી થઈ છે. એટલે તેણે તરત જ આ વિષે દંપતીને જાણ કરી હતી.

જયારે પોલીસે આ દંપતીના ઘરની તપાસ શરૂ કરી હતી ત્‍યારે તેમને ચોર દ્વારા છોડવામાં આવેલ એક માફી પત્ર મળી આવ્‍યો હતો. આ માફીપત્રમાં ચોરે ચોરી બદલ માફી માંગી હતી અને એક જ મહિનામાં ચોરાયેલો માલ પરત આપવાનું વચન આપ્‍યું હતું.

પ્રામાણિક ચોરની ચોરી :ચોરી કરીને ચોર મૂકી ગયો માફીપત્રઃ લખ્‍યું- એક જ મહિનામાં આપી દઇશ ચોરી

ચોરે જે માફી પત્ર મૂક્‍યો હતો તેમાં લખવામાં આવ્‍યું હતું કે ‘મને માફ કરશો. હું એક જ મહિનામાં ચોરેલો માલ પરત કરી દઈશ. મારા ઘરમાં કોઈ બીમાર હોવાથી હું આવું કરી રહ્યો છું.’

આ ઘટના બાદ મેગનાપુરમ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્‍યા છે. આ સંદર્ભે કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ગયા વર્ષે કેરળમાં આવી જ એક ઘટના સામે આવી હતી જયારે ત્રણ વર્ષના બાળક પાસેથી સોનાનો હાર ચોરનાર ચોરે માફી પત્ર સાથે ચોરીના માલને વેચ્‍યા બાદ મળેલા પૈસા પરત કર્યા હતા. હવે ફરી એક આવી ઘટના બની છે ત્‍યારે સૌનું ધ્‍યાન ખેંચાયું છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here