દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ સવારે 6 વાગ્યે એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ કરે છે. જે મુજબ આજે ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરના દામમાં રાહત આપી 30 રૂપિયાનો ભાવમાં ઘટાડો કર્યો છે.
આ સતત ત્રીજા મહિને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં નરમી છે. અલબત, ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેર નથી પડયો. દિલ્હીમાં આજથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરથી કિંમત 1676 રૂપિયામાં 30 રૂપિયા ઘટીને 1646 રૂપિયા થઈ ગઈ છે.
એજ રીતે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરના ભાવોમાં રૂા.30નો ઘટાડો થયો છે.
Visit Saurashtra Kranti E-paper here