માતાની મમતા લજવાઈ કે પછી પતિનો ન મળ્યો પ્રેમ ??માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: બે કસૂર બાળકીનું મોત: જાણીયે સમગ્ર ઘટના વિશે…

માતાની મમતા લજવાઈ કે પછી પતિનો ન મળ્યો પ્રેમ ??માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: બે કસૂર બાળકીનું મોત: જાણીયે સમગ્ર ઘટના વિશે...
માતાની મમતા લજવાઈ કે પછી પતિનો ન મળ્યો પ્રેમ ??માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: બે કસૂર બાળકીનું મોત: જાણીયે સમગ્ર ઘટના વિશે...

રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામ ઉપવનની પાછળ ફ્લોર પ્લાઇન બ્લોકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પટેલ કારખાનેદારની પત્નીએ વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ તેની એકની એક બે વર્ષની પુત્રીને પણ સાથે બાથમાં દબાવી દિધી હતી. બાદમાં માસૂમ બાળકી બેભાન થઈ જતાં તેણીએ તેના પતિને ફોન કરી જાણ કર્યા બાદ દોડી આવેલ પતિએ પત્ની અને પુત્રીને સારવારમાં ખસેડયા હતાં.

માતાની મમતા લજવાઈ કે પછી પતિનો ન મળ્યો પ્રેમ ??માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: બે કસૂર બાળકીનું મોત: જાણીયે સમગ્ર ઘટના વિશે… બાથ

પરંતુ સારવાર મળે તે પહેલાં જ માસૂમ બાળકીએ દમ તોડી દેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવમાં મહિલાએ ઝીંદગીથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.

માતાની મમતા લજવાઈ કે પછી પતિનો ન મળ્યો પ્રેમ ??માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: બે કસૂર બાળકીનું મોત: જાણીયે સમગ્ર ઘટના વિશે… બાથ

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટમાં કણકોટ રોડ પર શ્યામલ ઉપવનની બાજુમાં આવેલ ફ્લોર પ્લાઇન બ્લોકમાં રહેતાં નમ્રતાબેન કેવિનભાઈ જસાણી (ઉ.વ.30) નામની પરિણીતાએ ગઈકાલે બપોરના સમયે પોતાના ઘરે વાસણ સાફ કરવાનું લિકવિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમની બે વર્ષની પુત્રી જિયાને લઈ પોતાના રૂમમાં ચાલી ગઈ હતી અને પોતાના બેડ પર પુત્રીને બાથમાં દબાવી સુઈ ગઈ હતી.

માતાની મમતા લજવાઈ કે પછી પતિનો ન મળ્યો પ્રેમ ??માતાએ ઝેરી લિકવિડ પી પુત્રીને બાથમાં દબાવી દીધી: બે કસૂર બાળકીનું મોત: જાણીયે સમગ્ર ઘટના વિશે… બાથ

બાદમાં બાળકી બેભાન થઈ જતાં મહિલાએ તેના પતિને જાણ કરતાં પતિ તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતાં અને બંનેને તાત્કાલિક સારવાર અર્થે અત્રેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ સારવાર મળે તે પહેલાં જ માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એલ.બી.ડીંડોર સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી બાળકીના મોતનું સચોટ કારણ જાણવા મૃતદેહ ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વધુમાં બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક બાળકીના પિતા કેવિનભાઈ કારખાનેદાર છે. કેવિનભાઈ ગઈકાલે સવારે કારખાને ગયાં બાદ બપોરના સમયે તેમની પત્નીએ ઝીંદગીથી કંટાળી પગલું ભરી લીધું હતું. મૃતક દંપતીની સંતાનમાં એકની એક પુત્રી હતી. બનાવથી પરીવાર અરેરાટી સાથે કાળો કલ્પાંત છવાયો હતો. બનાવ અંગે પોલીસે વધું તપાસ યથાવત રાખી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here