ટી-20 વર્લ્ડકપ મેચ અંગે ખરાબ સમાચાર : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલમાં વરસાદનું જોખમ રહેશે …

ટી-20 વર્લ્ડકપ મેચ અંગે ખરાબ સમાચાર : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલમાં વરસાદનું જોખમ રહેશે ...
ટી-20 વર્લ્ડકપ મેચ અંગે ખરાબ સમાચાર : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલમાં વરસાદનું જોખમ રહેશે ...

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચ 29 જૂનના રોજ રાત્રે 8 વાગ્યાથી (ભારતીય સમયાનુસાર) બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે. ત્યારે આ મેચ પહેલા ક્રિકેટ ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી મળી રહી છે કે, 29 જૂનના રોજ બાર્બાડોસમાં વરસાદની સંભાવના છે.

ટી-20 વર્લ્ડકપ મેચ અંગે ખરાબ સમાચાર : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલમાં વરસાદનું જોખમ રહેશે … ભારત

એક્યૂવેધરના રિપોર્ટ પ્રમાણે, બાર્બાડોસમાં 29 જૂનના રોજ વરસાદની સંભાવના 78 ટકા છે. સ્થાનિક સમયાનુસાર મેચ સવારે સાડા દસ વાગ્યાથી શરૂ થવાની છે. બાર્બાડોસમાં સવારે 3 થી 10 વાગ્યા સુધી 50 ટકા વરસાદની સંભાવના છે.

ટી-20 વર્લ્ડકપ મેચ અંગે ખરાબ સમાચાર : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલમાં વરસાદનું જોખમ રહેશે … ભારત

જ્યારે 11 વાગ્યે તોફાન સાથે વરસાદની સંભાવના 60 ટકા છે. 12 થી 3 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના 40 ટકાથી ઓછી છે. આ રિપોર્ટ પ્રમાણે, મેચ દરમિયાન વરસાદની ખૂબ જ સંભાવના છે.

ટી-20 વર્લ્ડકપ મેચ અંગે ખરાબ સમાચાર : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઈનલમાં વરસાદનું જોખમ રહેશે … ભારત

આઈસીસી દ્વારા ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો મેચ 29 જૂનના રોજ પૂર્ણ નહીં થાય તો 30 જૂનના રોજ મેચ રમાશે. જો આ મેચ રિઝર્વ ડે પર પણ પૂર્ણ થઈ શકશે નહીં તો બંને ટીમોને સંયુક્ત રીતે વિનર જાહેર કરવામાં આવશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here