ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર : લોકોની હવે બચત ઓછી અને લોન વધી :દેશની આર્થિક સ્થિરતા પર ખતરો સર્જાયો…

ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર : લોકોની હવે બચત ઓછી અને લોન વધી :દેશની આર્થિક સ્થિરતા પર ખતરો સર્જાયો...
ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર : લોકોની હવે બચત ઓછી અને લોન વધી :દેશની આર્થિક સ્થિરતા પર ખતરો સર્જાયો...

ભારતીય રિઝર્વ બેંકે ગુરૂવારે ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર કર્યુ છે કે, કોરોના બાદ લોકો પર દેવુ વધી ગયુ છે. આ સાથે જ છેલ્લા દશ વર્ષમાં જે પ્રકારે બચત થતી હતી તેમાં પણ ઘટાડો આવ્યો છે. લોકો હવે ઓછી બચત કરે છે અને લોન લઈ રહ્યા છે. તેનાથી દેશની આર્થિક સ્થિરતા પર ખતરો સર્જાયો છે. આથી આ તરફ ધ્યાન આપવાની જરૂર છે.

ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર : લોકોની હવે બચત ઓછી અને લોન વધી :દેશની આર્થિક સ્થિરતા પર ખતરો સર્જાયો… બચત

રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ કુલ મળીને 2023ના નાણાકીય વર્ષમાં લોકોની બચતમાં જીડીપીના 18.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. 2013થી 2022 દરમ્યાન આ એવરેજ 20 ટકા હતી. આ રીતે 2013થી2022 સુધી લોકો પોતાની કમાણીનો સરેરાશ 39.8 ટકા ભાગ બચાવતા હતા.

ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર : લોકોની હવે બચત ઓછી અને લોન વધી :દેશની આર્થિક સ્થિરતા પર ખતરો સર્જાયો… બચત

પરંતુ 2023ના વર્ષમાં તે ઘટીને 28.5 ટકા રહી ગયો છે. 2013 થી 2022 સુધી લોકો પોતાની કમાણીમાં જીડીપીના સરેરાશ 8 ટકા બચાવતા હતા જે 2023માં 5.3 ટકા થઈ ગયો છે.ભારતમાં કુલ દેણુ જીડીપીનું લગભગ 40.1 ટકા છે. જે અન્ય નવા બજાર અર્થવ્યવસ્થાઓની સરખામણીએ ઓછુ છે. આરબીઆઈએ નોંધ્યુ છે કે પ્રતિ વ્યક્તિ જીડીપીની નજરે તે સરખામણીની દ્રષ્ટિએ વધારે છે.

ફાઈનાન્સીયલ સ્ટેબીલીટી રિપોર્ટમાં જાહેર : લોકોની હવે બચત ઓછી અને લોન વધી :દેશની આર્થિક સ્થિરતા પર ખતરો સર્જાયો… બચત

કેન્દ્રીય બેંકનું માનવું છે કે ઘરેલુ નાણાકીય બચત કોવિડ-19 મહામારી દરમ્યાન ઝડપથી વધતી હતી તે હવે ઓછી થઈ ગઈ છે. વાસ્તવમાં લોકો હવે પોતાની બચતમાં વિવિધતા લાવી રહ્યા છે. બેંક સિવાયની જગ્યાઓ અને કેપીટલ માર્કેટ તરફ પણ રોકાણ વધ્યુ છે.શેડયુલ કોમર્શિયલ બેંકોનો ગ્રોસ એનપીએ રેશિયો માર્ચ 2024ના અંતમાં ઘટીને 0.6 ટકા થઈ ગયો છે. ભારતમાં ફાઈનાન્સીયલ સ્થિતિ અન્ય દેશોની સરખામણીએ મજબૂત છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here