અમને દેશના કોરોના યોદ્ધાઓ પર ગર્વ છે : રામનાથ કોવિંદ

બેંગ્લુરુમાં રાષ્ટ્રપતિ દિક્ષાંત સમારોહમાં હાજર રહૃાા

દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રવિવારે બેંગલુરૂના રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના ૨૩માં વાર્ષિક દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. તેમણે મેઘાવી વિદ્યાર્થીઓને ડિગ્રીઓ પ્રદાન કરી. આ અવસરે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહૃાા.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કાર્યક્રમ દરમિયાન કહૃાુ કે અમને અમારા ડૉક્ટરો અને ચિકિત્સા સહાયકો પર ગર્વ છે. કોરોના યોદ્ધાઓએ પોતાનુ જીવન જોખમમાં નાખીને કોરોના વાઈરસ સંક્રમણ જેવા અઘરા પડકારોનો સામનો કર્યો. મને એ જાણીને ખુશી થઈ છે કે રાજીવ ગાંધી સ્વાસ્થ્ય વિજ્ઞાન યુનિવર્સિટીએ ડૉક્ટર, નર્સ અને વહીવટીતંત્ર સહિત ૨ લાખ સ્વાસ્થ્ય વ્યવસાયિકોને પ્રશિક્ષિત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષથી કોરોનાનો કહેર દેશ અને દુનિયામાં જારી છે. ભારતમાં કોરોના વાઈરસથી એક કરોડ આઠ લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ કોરોનાના ૧૨, ૦૫૯ કેસ સામે આવ્યા છે.