H-1B વિઝા માટે ૯ માર્ચથી રજિસ્ટ્રેશન, ૩૧ માર્ચે લોટરીથી રિઝલ્ટ

નોકરી માટે અમેરિકા જવાની કોશિશ કરી રહેલા પ્રોફેશનલ્સ માટે ગુડ ન્યૂઝ છે. અમેરિકા સરકારે એચ-૧બી વિઝા મેળવવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની તારીખનું એલાન કરી દીધું છે. આગલા નાણાકીય વર્ષ માટે ૯ માર્ચથી એચ-૧બી વિઝા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે. ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂરી થયા બાદ કોમ્પ્યૂટર આધારિત લૉટરી દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અને ૩૧ માર્ચ સુધી સફળ ઉમેદવારોને એચ-૧બી લાગવાની જાણકારી આપી દેવામાં આવશે.

અમેરિકા નાગરિકતા અને ઈમિગ્રેશન સેવાઓનું આ નોટિફિકેશન અમેરિકા સરકારની એ ઘોષણા બાદ આવ્યું છે જ્યારે બિડેન સરકારે એલાન કર્યું હતું કે વિદેશી પ્રોફેશનલ્સ માટે એચ-૧બી જાહેર કરવા માટે પરંપરાગત લોટરીની વ્યવસ્થા જ યથાવત રાખવામાં આવશે. યુએસસીઆઇએસએ ઘોષણા કરી કે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે એચ-૧બી માટે શરૂઆત રજિસ્ટ્રેશન ૯ માર્ચે બપોરે શરૂ થશે જે ૨૫ માર્ચે બપોર સુધી ચાલશે. જણાવી દઈએ કે એચ-૧બી વિઝા એક નોન-ઈમિગ્રેંટ વિઝા છે, જે અમેરિકી કંપનીઓને વિદેશી પ્રોફેશનલ્સ હાયર કરવાની મંજૂરી આપે છે. અમેરિકન કંપનીઓ હજારોની સંખ્યામાં ભારત અને ચીનથી પ્રોફેશનલ્સને હાયર કરે છે. આ હિસાબે એચ-૧બી વિઝાનું મહત્વ ભારત માટે ઘણું વધુ છે.

અમેરિકાની ફેડરલ એજન્સીએ કહૃાું કે જો તેને ૨૫ માર્ચ સુધી પર્યાપ્ત સંખ્યામાં રજિસ્ટ્રેશન મળી ગયાં તો તે કોઈપણ ક્રમ વિના રજિસ્ટ્રેશનની પસંદગી કરી ૩૧ માર્ચ સુધી ચૂંટાયેલા લોકોને જાણકારી આપશે.