ભારતનું સૌથી અમીર રાજય મહારાષ્ટ્ર અને તેનું જ પાડોસી રાજ્ય સૌથી ગરીબ : જાણો રાજ્યની જીડીપી અંગે

ભારતનું સૌથી અમીર રાજ્ય મહારાષ્ટ્ર
ભારતનું સૌથી અમીર રાજ્ય મહારાષ્ટ્ર

ભારતની જીડીપી અને આર્થિક વૃદ્ધિ સતત વધી રહી છે. ભારત અત્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ગુજરાતમાં સૌથી સમૃધ્ધ રાજય ગણવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં મહારાષ્ટ્ર સૌથી ધનિક રાજય છે.ભારતમાં ઘણા એવા રાજ્યો છે જેમની જીડીપી અને આર્થિક વૃદ્ધિ દર વર્ષે વધી રહી છે. એટલું જ નહીં, આ રાજ્યો ભારતને આર્થિક રીતે પણ મજબૂત બનાવે છે. ભારતના કેટલાક રાજ્યો અન્ય રાજ્યો કરતા ઘણા સમૃદ્ધ છે. દેશના આર્થિક વિકાસમાં પણ આ રાજ્યોની મહત્વની ભૂમિકા છે.

ભારતનું સૌથી અમીર રાજય મહારાષ્ટ્ર અને તેનું જ પાડોસી રાજ્ય સૌથી ગરીબ : જાણો રાજ્યની જીડીપી અંગે ભારત

જો કે, ભારતના કોઈપણ રાજ્યને સમૃદ્ધિના માપદંડ પર માપવા માટે, તે વિવિધ પરિમાણો પર માપવામાં આવે છે. જેમ કે જીએસડીપી, માથાદીઠ આવક, હ્યૂમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ,, ગરીબીનું સ્તર, રોજગાર અને બેરોજગારીનું સ્તર સામેલ છે.આ અંતર્ગત રાજ્યમાં ચોક્કસ સમયગાળામાં પૂરી પાડવામાં આવતી સેવાઓ અને ઉત્પાદનોને માપવામાં આવે છે, જે કોઈપણ રાજ્યના આર્થિક વિકાસ માટે જવાબદાર હોય છે.

ભારતનું સૌથી અમીર રાજય મહારાષ્ટ્ર અને તેનું જ પાડોસી રાજ્ય સૌથી ગરીબ : જાણો રાજ્યની જીડીપી અંગે ભારત

ભારતના સૌથી ધનિક રાજ્યોની યાદીમાં મહારાષ્ટ્ર ટોચ પર છે. 400 બિલિયન યુએસ ડોલરના ૠજઉઙ સાથે મહારાષ્ટ્ર ભારતનું સૌથી ધનિક રાજ્ય છે. રાજ્યની રાજધાની મુંબઈને દેશની આર્થિક રાજધાની પણ કહેવામાં આવે છે. તે દેશનું ત્રીજું સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય છે, જ્યાં 45 ટકા વસ્તી શહેરોમાં રહે છે. એટલું જ નહીં, અહીં ફિલ્મ સ્ટાર્સ સહિત દેશના મોટા ભાગના અમીર લોકો રહે છે.

ભારતનું સૌથી અમીર રાજય મહારાષ્ટ્ર અને તેનું જ પાડોસી રાજ્ય સૌથી ગરીબ : જાણો રાજ્યની જીડીપી અંગે ભારત

મુંબઈ દેશના સૌથી મોટા મેટ્રો શહેરોમાંનું એક, ફાઇનાન્સ અને બિઝનેસ સેવાઓ માટે જાણીતું છે. ફિલ્મ ઉદ્યોગથી લઈને ટ્રાન્સપોર્ટ અને શેરબજારના ઉદ્યોગો અહીં સ્થપાયેલા ભારતના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.આ ઉપરાંત આ રાજ્ય કૃષિ અને ઉદ્યોગ માટે પણ જાણીતું છે. મહારાષ્ટ્ર કપાસ, સોયાબીન અને શેરડીનું સૌથી મોટું ઉત્પાદક છે. આર્થિક સ્તરે, મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.છત્તીસગઢ દેશનું સૌથી ગરીબ રાજ્ય છે. અહીં ગરીબી દર 37% છે. આ રાજ્યના મોટાભાગના લોકો ગરીબ છે. બીજા સ્થાને ઝારખંડ છે, અહીં ગરીબી દર 36.96 ટકા છે. આ પછી મણિપુર, અરૂણાચલ પ્રદેશ અને બિહાર રાજ્યોમાં પણ ગરીબી છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here