વડાપ્રધાન પોતાનો નંબર જણાવી દે, અમે વાત કરવા માટે રાહ જોઈ રહૃાાં છીએ : ટિકૈત

દિલ્હી-ઉત્તર પ્રદેશના ગાજીપુર બોર્ડર પર હાજર ખેડૂતે નેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને સંબોધિત કર્યા હતા અને કહૃાું કે, બિલ પરત નહીં તો ઘર વાપસી નહીં.

તેમને કહૃાું, જેવી રીતે ખેડૂતોની ફોજ હાલમાં તૈયાર થઈ છે, તેને તૂટવા દેવી નથી. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર કહૃાું કે, વડાપ્રધાન પોતાનો નંબર જણાવી દે કે ક્યા નંબર પર વાત કરવાની છે. અમે તેમના સાથે વાત કરવાની રાહ જોઈ રહૃાાં છીએ.

પાછલા શનિવારે વડાપ્રધાન મોદીએ સર્વદળીય બેઠક દરમિયાન ખેડૂત આંદોલન પર પોતાની વાત રાખી હતી અને કહૃાું હતુ કે, સરકાર ચર્ચા માટે તૈયાર છે. જો ખેડૂત સંગઠન આગળ પણ ચર્ચા કરવા ઈચ્છે છે તો એક ફોન કોલ દૂર છે.

ગાજીપુર બોર્ડર પર ખેડૂતોને સંબોધિત કરતાં રાકેશ ટિકૈતે કહૃાું, આંદોલનને દફન કરવાની કોશિશ થઈ છે, પરંતુ હવે ગભરાવવાની કોઈ જરૂરત નથી. તેમને કહૃાું કે, ખેડૂતોને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે.

તેમને કહૃાું, ૨૬ તારીખે ચાર લાખ ખેડૂત પોતાના ટ્રેક્ટર લઈને દિલ્હી આવ્યા હતા, તેઓ ગુરૂ પરંપરા સાથે જોડાયેલા લોકો છે પરંતુ ખેડૂતોને બદનામ કરવામાં આવ્યા છે. તેમને ખાલીસ્તાની કહેવામાં આવ્યા, અફઘાનિસ્તાની કહેવામાં આવ્યા, ક્યારેક આને પંજાબ અને હરિયાણાનું આદૃોલન ગણાવવામાં આવ્યું તો ક્યારેક ઉત્તર પ્રદેશનું કહેવામાં આવ્યું. પરંતુ આ આંદોલન આખા ભારતનું છે.