સરદાર ધામ દ્વારા રાજકોટમાં યોજાશે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બિઝનેસ એક્સ્પો

સરદાર ધામ દ્વારા રાજકોટમાં યોજાશે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બિઝનેસ એક્સ્પો
સરદાર ધામ દ્વારા રાજકોટમાં યોજાશે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બિઝનેસ એક્સ્પો
ગુજરાતના સાહસિક શહેર તરીકે જેની ગણના થાય છે તેવા ઔદ્યોગિક નગર રાજકોટના આંગણે આગામી તા.7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી ’ગ્લોબલ  બિઝનેસ સમિટ’ દ્વારા સૌથી મોટા એક્સપોનું  ભવયાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ એક્ઝિબિશનને આગામી  તા.7 જાન્યુઆરીના સવારે 10 કલાકે ખુલ્લું મૂકવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ શુભ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ સર્વે મનસુખભાઇ માંડવીયા, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોષ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરિયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ  વજુભાઈ વાળા, અગ્રણી ગોવિંદભાઈ ધોળકિયા ઉપરાંત મંત્રીઓ, ધારાસભ્યઓ, સમાજના આગેવાનો, ઉધોગપતિઓ ઉપસ્થિત રહેશે.સરદારધામ આયોજીત ગ્લોબલ  બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પોનુ  રાજકોટ નવા 150 ફુટ રીંગ રોડ પર પરસાણા ચોકમાં 25 એકરમાં આ સમિટનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમા કૃષિ, વાણિજ્ય, રિઅલ એસ્ટેટ, જ્વેલરી, ઈમપોટ- ઍકસપોટ, સિરામિક સહિતના ક્ષેત્રો દ્વારા 1100 જેટલા સ્ટોલ અને દરરોજ અલગ અલગ મોટીવેશનલ સ્પીકરના સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ બિઝનેસ સમિટનું વિશ્વભરના દેશોમાં પ્રચાર-પ્રસાર કર્યા બાદ ટોપ 40 જેટલા દેશોમાંથી સરકારી અધિકારીઓ બિઝનેસમેન ડેલીગેશન તેમજ ભારતના વિવિધ રાજ્ય અને સૌરાષ્ટ્રભરના 10 લાખ જેટલા લોકો આંતરરાષ્ટ્રીય કક્ષાના ગ્લોબલ બિઝનેસ સમિટ- જી.પી.બી.એસ. – દેશ કા એક્સ્પોની મુલાકાત લેશે અને ગોલ્ડન બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ઈતિહાસ લખાશે.

એક્સ્પોની અન્ય વિશેષતાની વાત કરીએ તો અહી ભવ્ય એન્ટ્રી ગેઇટ સાથે સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત આ એક્સ્પોમાં કૃષિ, ઓટો મોબાઈલ, સિરામિક બાંધકામ સંલગ્ન નવી ટેકનોલોજી, નવી પ્રોડક્ટ્સ પ્રથમવાર નિદર્શન થવા જઈ રહી છે. વધુમાં પ્રધાનમંત્રી શ્રીના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનને વેગ આપતા 50 જેટલા સ્ટાર્ટઅપસ પણ અહી તેમના પ્રોજેક્ટ્સનું નિદર્શન કરશે.રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણને ખુબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આગળ આવે અને તેમને પૂરતી તકો મળે તે માટે એક્સપોએ એક પહેલ શરૂ કરી છે. જેના ભાગ રૂપે  50 થી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોને એક્સપોમાં સ્ટોલમાં 50 % સુધીનું ડિસ્કાઉંટ પણ આપી તેમના ઉદ્યોગને વિકસાવવાનો અવસર પ્રાપ્ત થશે. આ બિઝનેસ સમિટ દરમિયાન ’ઉદ્યોગ રત્ન એવોર્ડ’ સમારોહ પણ યોજવામાં આવશે. જેમાં ઉદ્યોગ રત્નોના શીર્ષક હેઠળ બુકનું વિમોચન કરવામાં આવશે અને અલગ અલગ ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સરદારધામ દ્વારા દર બે વર્ષે ગ્લોબલ  બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવે છે. આ પૂર્વે સુરત અને ગાંધીનગર ખાતે ગ્લોબલ  બિઝનેસ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું છે તો 2026 માં ગ્લોબલ  બિઝનેસ સમિટ અમેરિકા ખાતે યોજાશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદારધામ દ્વારા 2018 થી જીપીબીએસ એકસ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે એમ કહી શકાય કે, 2026 માં અમેરિકા ખાતે યોજનારા ગ્લોબલ  બિઝનેસ સમિટનું રિહર્સલ 2024 માં રાજકોટના ગ્લોબલ  બિઝનેસ સમિટમાં જોવા મળશે.

Read National News : Click Here

આ બિઝનેસ સમિટ થકી સમાજના નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગો વચ્ચે આંતરિક તથા વૈશ્વિક જોડાણ અને યુવાનોને રોજગાર માટેની તક આપવાનો ઉદ્દેશ સેવવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સ્કેલનો આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એક્સ્પોનું આયોજન સૌપ્રથમ વખત થઈ રહ્યું છે. ગ્લોબલ  બિઝનેસ સમિટ – જી.પી.બી.એસ. – દેશ કા એકસ્પો યુવા ઉદ્યોગકાર અને સ્ટાર્ટઅપ ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવાનો માટે અનેક તકો લઈને આવ્યું છે. ત્યારે સૌ કોઈએ જી.પી.બી.એસ. – 2024 દેશ કા એકસ્પો મુલાકાત અચૂક લેવા સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ  હંસરાજભાઇ ગજેરા, સરદારધામના માનદ્દમંત્રી શ્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખશ્રી પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકારશ્રી  મોલેશભાઈ ઉકાણી, જી.પી.બી.એસ. ક્ધવીનર શ્રી નિલેશભાઈ જેતપરીયા, જી.પી.બી.એસ. સહ ક્ધવીનર શ્રી નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઇવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા સહીત સમગ્ર આયોજક ટીમે અનુરોધ કર્યો છે. આ એક્સ્પોના પ્રચાર-પ્રસાર અર્થે મીડિયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના શ્રી વિજય મહેતા સેવા આપી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here