નવા વર્ષની શરૂઆતમાં ISROએ XPoSat સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યું

નવા વર્ષની શરૂઆતમાં ISROએ XPoSat સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યું
નવા વર્ષની શરૂઆતમાં ISROએ XPoSat સેટેલાઇટનું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યું
નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વર્ષનું પ્રથમ સ્પેસ મિશન લોન્ચ કર્યું છે. ઈસરોએ 1 જાન્યુઆરીના રોજ સવારે 9.10 કલાકે ‘એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ’ (એક્સપોસેટ) મિશન લોન્ચ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ચંદ્રયાન-3 મિશન દ્વારા 2023માં ચંદ્ર પર પહોંચ્યા બાદ અને આદિત્ય એલ-1 મિશન દ્વારા સૂર્યની યાત્રા શરૂ કર્યા બાદ, ઈસરોએ આ વર્ષે અવકાશ ક્ષેત્રમાં પોતાનું પ્રથમ પગલું ભર્યું છે. ઈસરોએ કહ્યું કે, વર્ષનું પ્રથમ મિશન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. મિશનની શરૂઆત સાથે, ભારત દુનિયાનો બીજો એવો દેશ બની ગયો છે, જેણે બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે અવકાશમાં સ્પેશ્યલાઈઝ્ડ એસ્ટ્રોનોમી ઓબ્ઝર્વેટીને અંતરીક્ષમાં મોકલ્યું છે. એક્સપોસૈટ એક પ્રકારી રીસર્ચ માટે ઓબ્ઝર્વેટ્રી છે, જે અવકાશમાંથી બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓ વિશે વધુ માહિતી એકત્રિત કરશે.

અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ 2021માં ‘ઇમેજિંગ એક્સ-રે પોલેરીમીટ્રી એક્સપ્લોરર’ (IXPE) નામનું મિશન લોન્ચ કર્યું હતું. તેના દ્વારા હાલમાં બ્લેક હોલ અને અવકાશમાં હાજર અન્ય વસ્તુઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ દ્વારા એક્સપોસૈટને અવકાશમાં મોકલવામાં આવ્યું છે. એક્સોપાસૈટ ઉપગ્રહ PSLV રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યો છે. આ સેટેલાઇટ પૃથ્વીની નીચલી કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે, જ્યાંથી પૃથ્વીનું અંતર 650 કિમી છે.

Read National News : Click Here

ભારત ખગોળશાસ્ત્રના સૌથી મોટા રહસ્યો પૈકીના એક બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહ મોકલીને વર્ષની શરૂઆત કરી છે. સવારે 9.10 વાગ્યે, ભારતીય અવકાશ સંશોધન સંસ્થાનો આ પહેલો એક્સ-રે પોલેરીમીટર સેટેલાઇટ એટલે કે ‘એક્સપોસેટ’ રોકેટ પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પીએસએલવી) સી 58 દ્વારા લોન્ચ કર્યું હતું. તે માત્ર 21 મિનિટમાં અંતરિક્ષમાં 650 કિમીની ઉંચાઈ પર જશે. તેની સાથે જ અન્ય 10 ઉપગ્રહોને પણ પૃથ્વીની નીચી કક્ષામાં મૂકવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here