રાજકોટ વર્ટીકલ વિકાસ તરફ,રાજ્યના સૌથી ઉંચા બિલ્ડીંગ માટે MOU થશે

રાજકોટ વર્ટીકલ વિકાસ તરફ,રાજ્યના સૌથી ઉંચા બિલ્ડીંગ માટે MOU થશે
રાજકોટ વર્ટીકલ વિકાસ તરફ,રાજ્યના સૌથી ઉંચા બિલ્ડીંગ માટે MOU થશે
રાજકોટનો વિસ્તાર અઢી ગણો થયો છે અને વસ્તી  સાત ગણી વધી ગઈ છે અને શહેરી ગીચતા, ટ્રાફિક જામ દિનપ્રતિદિન ગંભીર સમસ્યા બની રહી છે ત્યારે વર્ટીકલ વિકાસ એટલે કે હાઈરાઈઝ બાંધકામોનો વિકાસ પૂરપાટ આગળ વધી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્ય સરકાર દ્વારા યોજાનાર વાઈબ્રન્ટ સમિટ માટે હવે રાજ્યમાં સૌથી ઉંચુ મનાની 120 મીટરની ગગનચૂંબી ઈમારત રાજકોટમાં બનાવવા માટે કરાર કરવાનુ નક્કી થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રીંગરોડ પર હાલ 70 મીટર ઉંચા પાંચેક પ્રોજેક્ટો કાર્યરત છે, હવે દોઢસો ફૂટ રીંગરોડ પર મુંઝકા વિસ્તારમાં 120 મીટર ઉંચુ એટલે કે 40 માળનું ઈમારત બાંધવા મનપા સાથે એક બિલ્ડરની વાટાઘાટો થઈ છે જે માટે અંદાજિત ખર્ચ રૂ।. 2000 કરોડનો દર્શાવાયો છે. ઉપરાંત મોટામવા વિસ્તારમાં રૂ।. 500 કરોડના ખર્ચે હાઈરાઈઝ બિલ્ડીંગ બાંધવા પણ કરાર નિશ્ચિત થયા છે.  શહેરમાં રાજ્યમાં અગાઉના શાસન દરમિયાન જી.ડી.સી.આર.માં અપાયેલી વ્યાપક છૂટછાટના પગલે સાંકડી શેરીઓમાં પણ પાંચ-પાંચ માળના લોરાઈઝ ખડકાઈ ગયા છે અને તેના પગલે ભૂગર્ભગટર, ઈલેક્ટ્રીક લાઈન, ખાસ કરીને રસ્તાઓ સહિતની તમામ પ્રકારની સેવાઓ પર ભારણ વધ્યું છે.

Read National News : Click Here

બીજી તરફ વ્યક્તિદીઠ વાહનોની સંખ્યા દર વર્ષે 50,000 લેખે વધતી હોય શહેરમાં રજાના દિવસે બપોરે કે રાત્રિના સમયે કોઈ વિસ્તારમાં નીકળો એટલે રોડની બન્ને બાજુ ટુ વ્હીલરોથી માંડીને મોટરકારોના થપ્પા લાગેલા જોવા મળે છે. માર્ગો પર અગાઉ કરતા અનેકગણો ટ્રાફિક જામ રોજિંદો બન્યો છે. આ સ્થિતિમાં શહેરમાં હોરીઝોન્ટલ એટલે કે દૂરના વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને ઓછી ઉંચાઈના મકાનોનો વિકાસ જરૂરી છે પરંતુ, તેમ થતું નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here